Rain updates:
ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી અનેક જિલ્લાઓમાં વરસાદ વર્ષી રહ્યો છે ત્યારે રાજ્યમાં ફરી એક વખત આગામી ત્રણ કલાક સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી કલાકોમાં અનેક જગ્યાએ ખુબ જ વરસાદ વરસી શકે છે. ગુજરાત રાજ્યમાં બનાસકાંઠા, પાટણ,કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં આગામી બે દિવસથી હજુ પણ વરસાદ પડશે. રાજ્યમાં હાલ કેટલાક ભાગમાં સખત વરસાદ વર્ષી રહ્યો છે.
આવતીકાલે વરસાદનું જોર ઘટી જશે. સૌરાષ્ટ્રમાં વરસાદ 19 તારીખ બાદ ઘટશે. આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં ગઈકાલે અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો ગઈકાલે ગુજરાતના 224 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદ પાડવાની આગાહી કરવામાં આવી છે.
આજે પણ ગુજરાતના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ વર્ષે ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો છે અને વરસાદનો આ ત્રીજો રાઉન્ડ છે ત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા રહેશે.
હાલ હવામાન વિભાગની આગાહી મુજબ ત્રણ કલાક ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.