16.4 C
Gujarat
December 22, 2024
EL News

રાજકોટમાં ૧૪૨ સેક્સવર્કરોને વિનામૂલ્યે ૧૦ કિલો ઘઉં અને ૫ કિલો ચોખા મળીને કુલ ૧૫ કિલો અનાજની કિટનું વિતરણ

Share

ગુજરાત સરકારની અન્નમ્ બ્રહ્મ યોજના હેઠળ સેક્સવર્કરોને વિનામૂલ્યે ૧૫ કિલો અનાજ પૂરું પાડવામાં આવે છે. કોરોના મહામારી અને એ પછીની મંદીના સમયમાં ગરીબો, શ્રમિકો માટે દાલ-રોટીનો પ્રશ્ન સર્જાયો હતો. તેમાંયે સેક્સવર્કરોની હાલત તો અતિ કફોડી થઈ હતી. તેઓ ના તો જાહેરમાં આવી શકે કે ના તો કોઈની પાસે મદદ માગી શકે. આ સ્થિતિ વચ્ચે જિલ્લા વહીવટી તંત્ર અને પૂરવઠા વિભાગે સેક્સવર્કરો સુધી અનાજ પહોંચાડવા પ્રો-એક્ટિવ અભિગમ અપનાવ્યો હતો. જિલ્લા વહીવટી તંત્રે નેશનલ એઇડ્સ કંટ્રોલ સોસાયટી ની મદદથી, સેક્સવર્કરોની ઓળખ છતી ના થાય તે રીતે તેમને અન્નમ બ્રહ્મ યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ પહોંચાડવાનું શરૂ કર્યું હતું. અન્નમ બ્રહ્મ એ ગુજરાતની સરકારની એવી યોજના છે, જેમાં રાશનકાર્ડ વિહોણા લોકોને ૧૦ કિલો ઘઉં અને પાંચ કિલો ચોખા મળીને કુલ ૧૫ કિલો અનાજની કિટ વિનામૂલ્યે આપવામાં આવે છે. ગત માસમાં રાજકોટ શહેરમાં આ યોજના અંતર્ગત ૧૪૨ સેક્સવર્કરોને વિનામૂલ્યે અનાજ પહોંચાડવામાં આવ્યું હતું. પૂરવઠા વિભાગ દ્વારા નેશનલ એઇડ્સ કંટ્રોલ સોસાયટીના સંકલનમાં નવજીવન તેમજ લક્ષ્ય એન.જી.ઓ.ના માધ્યમથી આ કામગીરી કરવામાં આવે છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ, સેક્સવર્કરોની ઓળખ ના થાય તેનો ખ્યાલ રાખવામાં આવે છે. જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુના નેતૃત્વમાં જિલ્લા પૂરવઠા અધિકારી અવની હરણ તેમજ પૂરવઠા વિભાગની ટીમ એન.એફ.એસ.એ.ના લાભાર્થીઓને અનાજનો પૂરવઠો નિયમિત મળી રહે તેની પૂરી દરકાર રાખે છે. નોંધનીય છે કે, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અંતર્ગત મહત્તમ લોકોને સરકારી રાશન મળી રહે તે માટે દિવ્યાંગ, વૃદ્ધ પેન્શન મેળવતા લાભાર્થી તેમજ ગંગાસ્વરૂપા બહેનો, બાંધકામ શ્રમયોગીઓનો અગ્રતા ધરાવતા કુટુંબોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નેશનલ એઇડ્સ કંટ્રોલ સોસાયટીમાં નોંધાયેલ સેક્સવર્કરોને અન્નનો પૂરવઠો મળી રહે તે માટે એન.એફ.એસ.એ. રાશન કાર્ડ ઈશ્યૂ કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાં આશરે 350થી વધુ સેક્સવર્કરોને એન.એફ.એસ.એ. કાર્ડ આપવામાં આવ્યા છે. જેમને રેશનકાર્ડ પર નિયમિત અપાતા રાશન ઉપરાંત પી.એમ.જી. કે.એ.વાય. અંતર્ગત પાંચ કિલો અનાજ વ્યક્તિગત ધોરણે વિનામૂલ્યે આપવામાં આવે છે.

Related posts

રાજકોટ શહેર ભાજપ દ્વારા નિદાન કેમ્પ યોજાયો હતો

elnews

ઓરડાની અછતના લીધે ઠંડીમાં વિદ્યાર્થીઓ ખુલ્લા મેદાનમાં

elnews

રાજકોટની યુવતીને પ્રેમીએ દગો દેતા એસિડ પી જિંદગી ટૂંકાવી

elnews

1 comment

Leave a Comment

error: Content is protected !!