17.6 C
Gujarat
December 22, 2024
EL News

માટીને નમન,વીરોને વંદન થીમ અંતર્ગત શિલાફલકમનું અનાવરણ

Share
Ahmedabad, EL News

અમદાવાદ જિલ્લામાં વિકાસ અધિકારી મેહુલ દવેની અધ્યક્ષતામાં સાણંદ તાલુકા પંચાયત ખાતે મેરી માટી, મેરા દેશ અભિયાનની તાલુકા કક્ષાની ઉજવણી કરાઇ હતી.  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત મારી માટી, મારો દેશ અભિયાનની ઉજવણી ચાલી રહી છે.
ત્યારે અમદાવાદ જિલ્લામાં પણ જનભાગીદારી થકી મારી માટી, મારો દેશ અભિયાનની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જિલ્લામાં તમામ 469 ગામોમાં આ અભિયાનની ભવ્ય ઉજવણી બાદ હવે તાલુકા કક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

PANCHI Beauty Studio

આજે જિલ્લાના સાણંદ તાલુકા પંચાયત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેની અધ્યક્ષતામાં તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી.

આ કાર્યક્રમમાં વીર શહીદોની યાદમાં શિલાફ્લકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ત્યાં હાજર લોકોએ હાથમાં મુઠ્ઠીભર માટી લઈ પંચ પ્રણ પ્રતિજ્ઞા લીધી હતી. આ ઉપરાંત વસુધા વંદન થીમ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત તમામ મહેમાનો દ્વારા ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો…દરેક ગામ,તાલુકાને જિલ્લામાં વિકાસનોદીવો પ્રગટાવવાનો છે:PM

આ કાર્યક્રમમાં સાણંદ તાલુકાના નિવૃત્ત લેફ્ટનન્ટ કર્નલ નીલામ્બર જોશીનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તથા સૈન્યના નિવૃત્ત જવાન ભદ્રેશભાઈનું પણ સન્માન કરાયું
હતું. આ ઉપરાંત તાલુકાના તમામ તલાટી મંત્રીનું પણ સન્માન કરાયું હતું અને સાંસદ આદર્શ ગામના તલાટી મંત્રીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સાણંદ તાલુકા પંચાયત દ્વારા નાગરિકો માટે પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના (PMJAY) કાર્ડ બનાવવા માટેનો કેમ્પ લગાવવામાં આવ્યો હતો આ ઉપરાંત હેલ્થ ચેક-અપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

વડોદરામાં દારૂનું વેચાણ કરતાં શખ્સને પીસીબીએ ઝડપી પાડ્યો

elnews

ખેલથી નિર્માણ યુવા ચારિત્ર્ય નુ અને ચારિત્ર્યથી મજબુત રાષ્ટ્રનું..

elnews

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની પરીક્ષા લેશે

elnews

Leave a Comment

error: Content is protected !!