Bussiness: આમ તો ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LICની એવી કેટલીય પોલિસી (policy) છે, જે રિસ્ક કવર (risk cover) એટલે કે સુરક્ષા અને રોકાણ (investment) પર સારામાં સારુ રિટર્ન આપનારી સુવિધા આપે છે. જો કે, કેટલાય રોકાણકારો સુરક્ષા અને રોકાણ માટે અલગ અલગ લક્ષ્ય નક્કી કરતા હોય છે એટલે કે, તે બંનેને ભેળવવા નથી માગતા. તેમના માટે LICની એક ખાસ પોલિસી છે.
મળતી માહીતી અનુસાર જેનું નામ છે જીવન મંગલ પોલિસી. આ પોલિસીમાં ન્યૂનતમ 60 રૂપિયાનું મંથલી રોકાણ સુરક્ષાની ગેરેન્ટી સાથએ મળે છે. આ પ્લાનમાં આપ 50,000 રૂપિયા સુધીનું પ્રોટેક્શન લઈ શકો છો.LICની જીવન મંગલ પોલિસી એક પ્રોટેક્શન પ્લાન છે, જેમાં મેચ્યોરિટી પર પુરા પૈસા પાછા મળશે. આ પોલિસીનો સૌથી મોટો ફાયદો એ છે કે, આ પોલિસીમાં એક્સીડેંટ બેનિફિટ પણ સામેલ છે.
જેમાં દુર્ઘટનામાં મૃત્યુ થવા પર રિસ્ક કવર મળે છે. આ એક વ્યક્તિગત, જીવન અને માઈક્રો ઈંશ્યોરંસ પ્લાન છે.દર અઠવાડીયે જમા કરાવી શકો પ્રીમિયમઆ એક ટર્મ પ્લાન છે. તેમાં વાર્ષિક, છ માસિક, ત્રિમાસિક, મંથલી, 15 દિવસ અથવા તો, અઠવાડીયે પણ પ્રીમિયમ જમા કરાવી શકો છો.
આ પોલિસીમાં ન્યૂનતમ સમ એશ્યોર્ડ 10,000 રૂપિયા અને વધુમાં વધુ સમ એશ્યોર્ડ 50,000 રૂપિયા છે.ન્યૂનતમ ઉંમર 18 વર્ષ હોવી જોઈએન્યૂ જીવન મંગલ પોલિસી લેવા માટે આપની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ 55 વર્ષ. આ પોલિસીમાં વીમાધારકના 65 વર્ષ થવા પર મેચ્યોર થાય છે.
રેગ્યુલર પ્રીમિયમ પ્લાન લેવા માટે પોલિસી ટર્મ 10થી 15 વર્ષ છે અને સિંગલ પ્રીમિયમ માટે પાંચથી 10 વર્ષ છે.ટેકમાં મળે છે છૂટનો લાભન્યૂ જીવન મંગળ પોલિસીમાં રોકાણ કરવા પર આપને ઈન્કમ ટેક્સમાં છૂટનો લાભ મળે છે.
તેમાં આપને ઈન્કમ ટેક્સની કલમ 80 સી અંતર્ગત છૂટ મળે છે. તેની સાથે જ મેચ્યોરિટી પર મળનારા પ્રીમિયમના પૈસા પર પણ ટેક્સ નથી લાગતો.