Dahod:
આઝાદીના 75 માં અમૃત મહોત્સવ નિમિત્તે, લિમખેડા તાલુકાના બાંડીબાર ગામમાં સૌપ્રથમવાર શ્રી મદનમોહનજી મંદિર ટ્રસ્ટ બાંડીબાર દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદના સહયોગથી સ્વેચ્છિક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પ્રાથમિક શાળા મોટી બાંડીબાર ખાતે કરવામાં આવ્યું.
સમગ્ર કેમ્પ દરમિયાન ગામના ૧૮ થી ૬૦ વર્ષના આશરે 35 જેટલા લોકો એ સ્વૈચ્છિક રક્તદાન કર્યું. તેમ જ ઓર્ગેનાઇઝર દ્વારા તમામ રક્તદાતાઓને કાર્ડ, સર્ટિફિકેટ તેમજ પ્રોત્સાહન ભેટ આપવામાં આવી.
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ બ્લડ બેન્કના કન્વીનર નરેન્દ્રભાઈ પરમારે વધુમાં જણાવ્યું હતું કે ચાલુ વરસાદમાં પણ તમામ રક્તદાતાઓએ ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો હતો જેને લઇને તેઓએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
આયોજકોએ જણાવ્યું હતું કે આવા અવાર નવાર કેમ્પ દ્વારા લોકોમાં જાગૃતિ વધે તેમ જ રક્તદાન કરવા પ્રોત્સાહિત થાય તેવી અપીલ કરવામાં આવે છે. તેમજ તમામ કાર્યક્રમનું આયોજન ટ્વિશા સોની અને ડૉ. જિમીત સોની દ્વારા કરવામાં આવ્યું હતું.
રાજનીતિ, શિક્ષણ, નોકરી, ધંધો, હવામાન, હેલ્થ, ફેશન, બ્યુટી, બોલીવુડ, ઢોલીવુડ નાં લેટેસ્ટ સમાચાર તથા વિવિધ ઓફબીટ કન્ટેન્ટ માટે પ્લેસ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો Elnews
આ પણ વાંચો…આખરે ગોધરાના રહીશોએ થાકીને ગોધરાને રોડ લેસ સીટી નું બિરુદ્દ આપ્યું.