38.7 C
Gujarat
April 24, 2025
EL News

પોર પાસેથી પસાર થતા નેશનલ હાઈવેની પ્રોટેક્શન વોલ તૂટી, 15 લોકોનો બચાવ…

Share

વડોદરા:

રાજ્યમાં પડી રહેલા મુશળધાર વરસાદને કરાણે વડોદરાના પોર પાસેથી પસાર થતા નેશનલ હાઈવેની પ્રોટેક્શન વોલ તૂટી ગઈ હતી, જેને કારણે એક મકાનની દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી અને 5 ઝૂંપડાંને નુકસાન થયું હતું. સદનસીબે મકાન અને ઝૂંપડાંમાં રહેતા 15 લોકોનો બચાવ થયો હતો.

વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે પર રોજનાં હજારો વાહનો પસાર થાય છે. તાજેતરમાં જ ઢાઢર નદીમાં પાણી વધતાં આસપાસના વિસ્તારોમાં પાણી ઘૂસી ગયાં હતાં, જેને કારણે પોર સહિતનાં ગામના લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.

ત્યારે બુધવારે સવારે પોર નજીક હાઇવેની પ્રોટેક્શન વોલ ધસી જતાં વાહનચાલકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. હાઈવેની નીચેના ભાગે ઝૂંપડાં આવેલાં છે.

એકાએક લોખંડની રેલિંગ સાથે પ્રોટેક્શન વોલ ધસી પડતાં એક મકાન અને 5 ઝૂંપડાંને નુકસાન પહોંચ્યું હતું. ઝૂંપડાંમાં રાખેલી ઘરવખરીને નુકસાન પહોંચ્યું હોવાની માહિતી મળી છે.

ઘટનાને પગલે હાઇવે પર આડસ મૂકવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ઢાઢર નદીના પાણી ઘૂસી જવાથી ત્યાં રહેતા લોકોનું સ્થળાંતર કરાયું હતું અને એને કારણે જ ઝૂંપડાંમાં કોઈ હાજર નહીં હોવાથી જાનહાનિ ટળી હતી.

બીજી તરફ, દિલ્હીથી મુંબઇ જતા એક્સપ્રેસ હાઈવેની કામગીરી દરમિયાન કરજણ તાલુકાના સંભોઈ અને અભરા ગામ પાસે બ્રિજની બાજુમાં માટી પુરાણ કરીને બ્લોક નાખીને દીવાલ બનાવી હતી, જે દીવાલ વરસાદના પાણીના કારણે ધરાશાયી થઇ ગઈ હતી અને માટી પુરાણ ધોવાઈ જવા પામ્યું હતું .

નવા પ્રોજેક્ટ્સમાં પણ વરસાદે ધોવાણ કરી નાખતાં સંભોઈ ગામ તરફના વાહનવ્યવહારને અસર થઈ હતી, જ્યારે એક્સપ્રેસ હાઈવેની કામગીરી સામે સવાલો ઊઠ્યા છે.

રેલીંગ ધસી પડેલ તસવીર, પોર નેશનલ હાઇવે

Related posts

અમદાવાદ: 96 વર્ષનો સૌથી વધુ વરસાદ જૂન-જુલાઇમાં, જ્યારે ઓગસ્ટમાં 86 વર્ષનો સૌથી ઓછો વરસાદ, જાણો સપ્ટેમ્બરમાં વરસાદની સંભાવના

elnews

ટાટા કન્સલ્ટન્સી કંપનીમાં 5 સપ્ટેમ્બરે રોજગાર ભરતીમેળો

elnews

પંચમહાલ ની વિધાનસભા બેઠકો નો ચિતાર..

elnews

Leave a Comment

error: Content is protected !!