ગોધરા, પંચમહાલ: ગોધરા પહેલેથી જ ચર્ચા નું કેન્દ્ર રહ્યું છે ત્યારે મૂળથી પાકિસ્તાની નાગરિક એવા અકીલ વલીભાઈ પીપલોદવાલા મૂળ રહે કરાંચી પાકિસ્તાનનાઓ સને ૧૯૯૧-૯૨ ના અરસામાં પાકિસ્તાન પાસપોર્ટ અને ભારતના વિઝા ઉપર ભારતમાં આવ્યા હતા. ત્યારબાદ આ પાકિસ્તાની નાગરિક પાકિસ્તાન પરત જવા માંગતો ન હતો.
પાકિસ્તાનીઓ ગોધરાના સીવીલ જજ (સી.ડી) ની કોર્ટમાં દાવો દાખલ કરી કોર્ટ પાસેથી સરકારથી પોતાને ડીપોર્ટ કરે નહીં પોતે કેન્દ્ર સરકારમાં સીટીઝન શીપ એકટ ની કલમ ૯(૨) મુજબની અરજી કરી યોગ્ય નિર્ણય મેળવે નહી ત્યાં સુધી તેઓને સરકાર ભારત દેશમાંથી કાઢી ન મુકે તે પ્રમાણેની દાદ માંગેલ હતી.
જે તે સમયે આ દાવો ગોધરાના સીવીલ જજ (સી.ડી)ની કોર્ટમાં ચાલી જતાં કોર્ટ દ્વારા સને ૧૯૯૯ ની સાલમાં આ પાકિસ્તાની નાગરિકનો દાવો મંજુર કરવામાં આવેલ હતો અને તેમને ભારત દેશમાંથી પાકિસ્તાન યોગ્ય કાર્યવાહી કર્યા સિવાય મોકલવા નહી તેવો મનાઈ હુકમ સરકારને આપેલ હતો.
જેથી આ હુકમ થતાં જે તે સમયે સરકાર દ્વારા જિલ્લા અદાલતમાં હુકમ વિરુધ્ધ અપીલ દાખલ કરવામાં આવી હતી.
તે અપીલ હાલ પંચમહાલ જિલ્લાના પ્રિન્સીપલ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ જે.સી.દોશીની કોર્ટમાં ચાલવા ઉપર આવતા કોર્ટ દ્વારા જિલ્લા સરકારી વકીલ રાકેશ.એસ.ઠાકોરની દલીલો તથા કેસનું રેકર્ડ તથા જિલ્લા પોલીસ વડા દ્વારા તૈયાર કરવામાં આવેલ માહીતી પત્રક ને ધ્યાને લઈ અને પાકિસ્તાની નાગરિક દ્વારા જે દસ્તાવેજો રજુ કરવામાં આવેલા તે જોતાં તેમાં રજુ થયેલ મેરેજ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટને જોતાં તેમાં પણ અકીલ વલીભાઈ પીપલોદવાલાનું કાયમી સરનામું કરાંચી , પાકિસ્તાનનું છે.
તથા તેના પિતાનું પણ સરનામું કરાંચી , પાકિસ્તાનનું જણાવવામાં આવેલ છે અને આ કામે જે કોઈ દસ્તાવેજો આ પાકિસ્તાની નાગરિકે રજુ કરેલા તે પણ દાવો કરવા માટે ઉપજાવી કાઢેલો હોય તેવું જણાય છે, એવું ઘ્યાને આવતા કોર્ટ દ્વારા આ તમામ બાબતોને ખુબ જ ગંભીરતા પુર્વક લઈ અને કોર્ટના પ્રોસેસનો દુર ઉપયોગ કરી તદન ખોટી રીતે પાકિસ્તાની નાગરિકો ભારતમાં ખોટી રીતે રહે તે ચલાવી શકાય નહીં તેમ ગણી અને પંચમહાલ જિલ્લાના ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ જે.સી.દોશીએ હુકમ કરી સરકારની અપીલ મંજુર કરવામાં આવી હતી.
કોર્ટે પોતાના હુકમ માં નોંધ્યું છે કે પાકિસ્તાની નાગરિક એવા અફીલ પીપલોદવાલાએ સરકારને આ અપીલ કરવા માટે જે કોઈ પણ સમગ્ર ખર્ચ થયો હોય તે તમામ ખર્ચ અકીલ પીપલોદવાલાએ ચુકવી આપવાનો રહેશે. અને અકીલ પીપલોદવાલાએ રૂા ૧૫૦૦૦ ખર્ચ પેટે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળમાં હુકમથી ૭ દિવસમાં ભરી દેવા અને જો તે ના ભરે તો તેમની પાસેથી સરકાર વસુલી શકશે અને ડિસ્ટ્રીકટ જજ તમામ હુકમો રદ કરી સરકારની અપીલ મંજુર કરી હતી.
આ અપીલ મંજુર કરીને કોર્ટે હુકમ કરતાં પંચમહાલ જિલ્લામાં ગેરકાયદેસર રીતે રહેતાં પાકિસ્તાની અને વિદેશી નાગરિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે . આ સમગ્ર બાબતે કોર્ટ કમ્પાઉન્ડમાં ચર્ચા હતી કે હવે પોલીસ અને વહીવટી તંત્રએ સજાગ થઇ વિદેશી નાગરિકોને શોધીને દેશ બહાર મોકલી દેવા જોઈએ . ”બીજી બાજુ અકીલ પીપલોદવાળાને દેશનિકાલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી જેને લઇને સમગ્ર ગોધરા ખાતે આ વિષય ચર્ચા નું કેન્દ્ર બન્યો છે.