Dahod:
ફતેપુરામાં રાત્રી દરમિયાન બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ને ૩,૭૧,૦૦૦ માતાની ચોરી કરી ફરાર થઇ જતા પંથકમાં તસ્કરોના આતંકને પગલે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
દાહોદ જિલ્લા માં આવેલા ફતેપુરા માં નગર માં પાછલા પ્લોટ તળાવ ફળિયા ખાતે રહેતાં રેખા બેન મનહર ભાઈ દરજી ના બંધ મકાન ને તસ્કરો એ નિશાન બનાવ્યું હતું.
નિશાન બનાવી ને બંધ મકાન માં દરવાજા નું તાળુ તોડી તસ્કરો એ ઘર માં પ્રવેશ મકાન ની અંદર તીજોરી તોડી અંદર થી સોના – ચાંદી ના દાગી ના તેમજ રોકડા રૂા. 1,95,000 વગેરે મળી કુલ રૂા.3,71,000 ના મુદ્દામાલ ની ચોરી કરી હતી.
ઘર માંથી સોના – ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપીયા મળી કુલ રૂા. 3,71,000 ની સનસનાટી ભરી ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઇ જતા પંથક માં તસ્કરો ના આતંક ને પગલે ફફડાટ ફેલાઈ ગયો હતો.
અજાણ્યા ચોર ઈસમો અંધારા નો લાભ લઈ નાસી જતાં આ સંબંધે રેખા બેન મનહર ભાઈ દરજી એ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે ગુનો નોંધી આગળ ની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.
પંથક માં તસ્કરો ના આતંક ને પગલે પોલીસ ની કામગીરી પર સવાલો પર સવાલો ઉભા કર્યા છે.