ગોધરા, પંચમહાલ:
ગોધરા (Godhra) સહિત પંચમહાલ (Panchmahal) જિલ્લામાં આગામી અષાઢી અમાસ (ashadhi amas) થી શરૂ થતા દશામાં (dashama) ના વ્રતને લઈ કારીગરો દ્વારા દશામાં ની મૂર્તિઓ (statue) તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
જેમાં ગોધરા શહેરના રેલ્વે ફાટક પાસે આવેલા કુંભારવાડા વિસ્તારમાં રહેતા અશોકભાઈ પ્રજાપતિ ઉર્ફે મુન્નાભાઈ અને તેમનાં ૨ ભાઈઓ, આ ત્રણેય ભાઈ સહજાનંદ મૂર્તિ ભંડાર નામની દુકાનમાં દશામાં ની મૂર્તિ ઓનુ વેચાણ કરે છે.
અશોકભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે શરૂઆત ના સમયમાં તેમના પિતા પ્રજાપતિ ઈશ્વરભાઈ અંબાલાલ ઈંટોના ભઠ્ઠા માં ઈંટો બનાવવાની કામગીરી કરતા હતા જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તેમના ત્રણેય દિકરાઓ દ્વારા વર્ષ 1993-94 ની સાલથી દશામાં ની મૂર્તિ માટીમાંથી બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ માર્કેટમાં પીઓપી આવ્યું એટલે માટીની મૂર્તિઓ સાથે સાથે પીઓપી માંથી દશામાં ની મૂર્તિ બનાવવાની શરૂઆત પણ કરી.
અશોક ભાઈ એ ઉમેર્યું કે દશામાં ની મૂર્તિ બનાવવા માટે જે પીઓપી વાપરવામાં આવે છે તેમાં પહેલા તો કેમિકલ ઉમેરી રબર ની ડાઈ તૈયાર કરવામાં આવે છે તેમાં પીઓપીની ડાઈ બનાવી ફરમો તૈયાર કરી ત્યારબાદ દશામાં ની મૂર્તિ બનાવવામાં આવે છે.
અશોકભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિ ઉર્ફે મુન્નાભાઈએ જણાવ્યું હતું કે તેઓ દશામાં ની મૂર્તિ બનાવવાની કામગીરી દિવાળીની શરૂઆત સાથે સાત મહિના સુધી મૂર્તિઓ તૈયાર કરવાની કામગીરી કરે છે, અને બાકીના 3 મહિના કલર કામ કરી મૂર્તિ તૈયાર કરે છે. જેમાં 1 ફૂટથી લઈ 5 ફૂટ સુધીની મૂર્તિ બનાવવામાં આવે છે અને અંદાજીત 2000 જેટલી મૂર્તિ તૈયાર કરવામાં આવે છે.
અષાઢ વદ અમાસ જેને હરિયાળી અમાસ પણ કહેવામાં આવે છે. એટલે કે દિવાસા (divaso) થી શરૂ થઈ રહેલ દશામાં ના વ્રતને લઈને ગોધરા સહિત પંચમહાલ મહીસાગર અને દાહોદ જિલ્લામાં મૂર્તિઓ મોકલવા માટે દશામાં ના વ્રતના ૨૦ દિવસ પહેલાં એડવાન્સ બુકીંગ કરી મૂર્તિઓ મોકલવામાં આવે છે. સાથે સાથે દશામાંની મૂર્તિઓનો સોળ શણગાર, ચોપડી, કોડિયાં, ધૂપ વગેરે ફ્રિ માં આપવામાં આવે છે.
ભારત વૈવિધ્ય સભર દેશ છે જેમાં ભક્તો વ્રત ઉપવાસ કરે છે તો મુર્તિકારો પોતાની કર્મકુશળતા થી ભક્તિ કરે છે.