29.4 C
Gujarat
November 19, 2024
EL News

ટાઇટ કપડા પહેરતા લોકો, સ્વાસ્થ્યની થશે આવી દશા..

Share
Lifestyle:

આજના આ સમયમાં બજારમાં દિવસેને દિવસે કપડામાં વેરાયટી આવતી હોય છે. બેલબોટમ, ટાઇટ જીન્સ, નેરો જીન્સ જેવા અનેક પ્રકારના જીન્સ દિવસેને દિવસે બદલાતા જાય છે. એમ કહી શકાય કે આજની ફેશન કાલે જૂની થઇ જાય છે. જો કે બીજાનું જોઇ જોઇને હવે વ્યક્તિ પોતે પોતાના ખર્ચા અઢળક કરવા લાગ્યો છે. આ ખર્ચા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે.

આમ, જો તમને ટાઇટ કપડા પહેરવાની આદત છે તો તમારે આ આદત બદલવી જોઇએ. ટાઇટ કપડા સ્વાસ્થ્યને નુકસાન કરે છે. જો કે ફેશનના ચક્કરમાં અનેક છોકરીઓ અને છોકરાઓ ટાઇટ કપડા પહેરતા થઇ ગયા છે. આમ, જો તમે પણ ટાઇટ કપડા પહેરો છો તો જાણો તમારા સ્વાસ્થ્યને થતા આ નુકસાન વિશે..

તમને ટાઇટ કપડા પહેરવાની આદત છે તો તમે આ આદતને આજે જ સુધારો. ટાઇટ કપડા પહેરવાથી સ્કિનને ઇન્ફેક્શન થાય છે અને સાથે સ્કિનની સોફ્ટનેસ પણ જતી રહે છે. તમારી સ્કિન રફ થતી જાય છે.

ટાઇટ કપડા પહેરવાથી વજાઇના પર ખરાબ અસર પડે છે

ટાઇટ કપડા પહેરવાથી પ્રાઇવેટ પાર્ટને સૌથી વધારે નુકસાન થાય છે. તમે આ વાત પર વિશ્વાસ નહિં કરો પણ આ સત્ય છે. ટાઇટ કપડા પહેરવાથી વજાઇના પર ખરાબ અસર પડે છે. જેના કારણે યીસ્ટ ઇન્ફેક્શનનો ખતરો વધી જાય છે.

જો તમે ટાઇટ કપડા પહેરો છો તો વ્હાઇટ ડિસ્ચાર્જ, બળતરા જેવી અનેક સમસ્યાઓ પણ થાય છે. આ માટે બને ત્યાં સુધી ઘરમાં ટાઇટ કપડા પહેરવાનું ટાળો. ટાઇટ કપડા તમારી સ્કિનને ખરાબ કરવાનું કામ કરે છે.

ટાઇટ કપડા પહેરવાથી તમારી સ્કિન પર હવાની અવર-જવર થતી નથી જેના કારણે સ્કિન ઇન્ફેક્શન થવા લાગે છે. હવા ના જવાને કારણે સ્કિન ભેજવાળી રહે છે અને પરસેવો થાય છે. સતત પરસેવો થવાને કારણે સ્કિન પર ખંજવાળ અને બળતરા થાય છે.

તમને એક વાત ખાસ જણાવી દઇએ કે તમે અન્ડરગાર્મેન્ટ્સ કપડા પણ ફિટ ના પહેરો.

Don’t wear tight clothes

For more updates download now El News https://play.google.com/store/apps/details?id=com.elnews

Related posts

રાજકીય ક્ષેત્રે કોણે કેટલું મળ્યું દાન, ભાજપને સૌથી વધુ જયારે કોંગ્રેસને 1 કરોડથી પણ ઓછું…

elnews

ગાંધીનગર એસટી ડેપોને દિવાળીમાં રૂ.12.5 લાખની આવક . . .

elnews

મહીસાગર જિલ્લામાં શાળાકીય રમતોત્સવ ૨૦૨૩ ની શરુઆત

elnews

Leave a Comment

error: Content is protected !!