EL News

જન્મ દિવસની અનોખી ઉજવણી : ગોધરા

Share

ગોધરા, પંચમહાલ:

 

ગોધરાના રેલ્વે હોસ્પિટલ ખાતે વેસ્ટર્ન રેલ્વે તેમજ રોટરી કલબ અને હિતાંશી ફાઉન્ડેશન ના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વેસ્ટર્ન રેલ્વે ના અધિકારીઓ કર્મચારીઓ ગોધરા રેલ્વે મેજિસ્ટ્રેટ ગોવિંદગુરુ યુનિવર્સિટી ના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ અજયભાઈ સોની, રોટરી કલબ ના પ્રમુખ શિલ્પાબેન પરીખ વેસ્ટર્ન રેલ્વે ના ચીફ ફાર્મસી જયદીપ સોની, ઇસ્માઈલ ફોદા, રોશન ચૌહાણ, બાદલ વણજારા ડૉ શ્યામસુંદર શર્મા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

દીપ પ્રગટાવીને રક્તદાન કેમ્પ ઉદઘાટન કર્યું હતું. અને આવેલ તમામ મહેમાનનું પુષ્પગુચ્છ અને કુમકુમ તિલક કરીને સ્વાગત કરાયું હતું. આ રક્તદાન કેમ્પ માં ગોધરા રેલ્વે મેજિસ્ટ્રેટ એ રક્તદાન કરી રક્તદાતા ઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત 150 થી વધુ લોકો રક્તદાન કરશે તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો.

ગોધરાના કુલપતિ એ રેલ્વે હોસ્પિટલમાં રક્તદાન કરવા માટે આવેલા રક્તદાતા ઓમા સહસતા અને સમરસતા જોઈ વખાણ કર્યા

ગોધરા રેલ્વે હોસ્પિટલ ખાતે રાખવામાં આવેલ રક્તદાન કેમ્પમાં ગોધરાના ગોવિંદગુરુ યુનિવર્સિટી ના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ કહ્યું હતું કે સમાજમાં રક્તનું દાન કરવા વાળા ગોધરાના દરેક સંપ્રદાયના લોકો જે રક્તનું દાન આ હોસ્પિટલમાં કર્યું છે તે માનવતા નું ઉત્તમ ઉદાહરણ છે. આ ઉપરાંત રક્તદાન કરવા માટે આવેલા લોકોની સહસતા અને સમરસતા જોઈ વખાણ કર્યા હતા.

 

ગોધરા રેલ્વે હોસ્પિટલમાં રાખવામાં આવેલ રક્તદાન કેમ્પ માં રોટરી કલબ ગોધરા સહભાગી બન્યું.

ગોધરાના રેલ્વે હોસ્પિટલ ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં રોટરી કલબ ગોધરા પણ સહભાગી બન્યું હતું. જેમાં રોટરી કલબ ના પ્રમુખ શિલ્પા પરીખે 150 થી વધુ લોકો રક્તદાન કરશે તેવો લક્ષ્યાંક રાખ્યો હતો. તેમજ યુવા પેઢી રક્તદાન કરવા આગળ વધે તેમજ આપના જીવનકાળ દરમિયાન રક્તદાન કરતું રહેવું જોઈએ તેમ કહી રક્તદાતા ઓને પ્રોત્સાહિત કર્યા હતા.

 

ગોધરા રેલ્વે હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ચીફ ફાર્મસી એ પોતાની દીકરીનો જન્મ દિવસની ઉજવણી રક્તદાન કેમ્પનું આયોજન કરીને

ગોધરાના રેલ્વે હોસ્પિટલ ખાતે વેસ્ટર્ન રેલવે અને હિતાંશી ફાઉન્ડેશન તેમજ રોટરી કલબ ગોધરાના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ગોધરાના રેલ્વે હોસ્પિટલમાં ફરજ બજાવતા ચીફ ફાર્મસી જયદીપ સોની એ પોતાની દીકરીનો જન્મ દિવસ અનોખી રીતે ઉજવ્યો હતો.

જેમાં તેઓ પોતાની દીકરી ડૉ પૂજા સોની ના 31મા જન્મદિવસ નિમિત્તે ગોધરાના રેલ્વે હોસ્પિટલમાં રક્તદાન કેમ્પ નું આયોજન કરી ઉજવણી કરી હતી.

Related posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૧૨ મુ અંગદાન

elnews

અમેરીકા જતા ગુમ થયેલા 9 લોકોના મામલે ગુજરાત HCમાં અરજી

elnews

રાજકોટ મનપા દ્વારા આજે ચાર વિસ્તારમાં ડિમોલીશન

elnews

Leave a Comment

error: Content is protected !!