Political:
CR પાટીલને ગુજરાત ભાજપ અધ્યક્ષ પદેથી હટાવી દેવાની ચર્ચાઓએ જોર પકડ્યું,ઉપરથી ઓડર આવી શકે છે અને નવા ચહેરાને અધ્યક્ષ સ્થાને બેસાડાશે.
બીજેપીના અધ્યક્ષ CR પાટીલ પર સૌની નજર
ગુજરાત વિધાનસભા ચૂંટણી આ વખતે બીજેપી માટે મુશ્કેલી ભરી રહી શકવાની સંભાવનાઓ સૌથી વધારે જોવાઈ રહી છે.આમ તો બીજેપીના પહેલી હરોળમાં આવતા નેતાઓ ચૂંટણી માટે રણનીતિ બનાવતા હોય છે અને ચૂંટણીમાં તેમને ઉમેદવાર બનાવાય છે.
પણ આ વખતની ચૂંટણી કંઈક અલગ જ રીતે જોવા મળશે.ગુજરાત બીજેપીના અધ્યક્ષ CR પાટીલ પર સૌની નજર રહેલી છે અને ચૂંટણી પહેલા CR પાટીલ ની હકાલ પટ્ટી થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે.
pm નરેન્દ્ર મોદી પણ CR પાટીલની કામગીરીથી સંતુષ્ટ નથી તે દેખાઈ રહ્યું છે.આમ આદમી પાર્ટીની ગુજરાતમાં વધતી જતી લોકપ્રિયતાને કારણે CR પાટીલ પર સવાલો ઉભા થઇ રહ્યા છે.ગુજરાત મોડેલ થી દેશ ભરમાં ચૂંટણી જીતનાર નરેન્દ્ર મોદી ના ગઢ માં આમ આદમી પાર્ટી મજબૂત થતી જોતા હવે બીજેપીનું મોવડી મંડળ પણ CR પાટીલ ની કામગીરી પર સવાલ કરતું હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે.
આ પણ વાંચો..વિધાનસભાની ચૂંટણી પહેલા જ સરકાર ચારે બાજુ થી ઘેરાણી.
ચૂંટણી પહેલા CR પાટીલ ને અધ્યક્ષ પદેથી હટાવવામાં આવી શકે છે
સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે ચૂંટણી પહેલા CR પાટીલ ને અધ્યક્ષ પદેથી હટાવવામાં આવી શકે છે અને નવા ચહેરાને બેસાડવામાં આવશે.
કારણો ઘણા બધા છે.પાટીલ સામે બીજેપીના જ ઘણા નેતાઓ નારાજ છે.CR પાટીલના નજીકના નેતાઓને મંત્રી પદ અને મુખ્ય હોદ્દાઓ આપવામાં આવી રહ્યા છે તેવો અવાજ પણ પાર્ટીમાં ઉઠ્યો હતો.
આ દરેક રિપોર્ટ કાર્ડ pm નરેદ્ર મોદી અને અમિત શાહ સુધી પહોંચી ગયો છે માટે ઉપર થી આદેશ આવશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. હવે cR પાટીલ પર પણ એક્શન લેવાઈ શકે છે અને તેમને અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવી શકે છે.