Godhra, Panchmahal: ચારે બાજુ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં ઠેર ઠેર મુશળધાર વરસાદ જોવા મળ્યો હતો. સાંજના સમયે વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યા બાદ રાત્રિના આઠ કલાકની આસપાસ ધીમા ધીમા છાંટાની શરૂઆત થઈ હતી.
નવ વાગ્યા ની આસપાસ શરૂ થયેલા વરસાદે માજા મૂકી હતી.પંચમહાલ જિલ્લાના આસપાસના વિસ્તારોમાં તેમજ ગોધરા શહેર ની આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી સારો વરસાદ જોવા મળ્યો હતો જ્યારે ગોધરા નગરમાં પ્રજા વરસાદ ઝંખી રહિત હતી.
જ્યારે આજરોજ રાત્રે શરૂ થયેલા વરસાદમાં ગોધરા નગરમાં મુશળધાર વરસાદ જોવા મળ્યો હતો. નવ વાગ્યા ની આસપાસ શરૂ થયેલા આ વરસાદ નો ભાર વધુ જોવા મળ્યો હતો વીજળીના કડાકા સાથે પડેલા આ વરસાદમાં ભુ સહિતના બસ સ્ટેશન તેમજ એસઆરપી રોડ વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
તેમજ ઉલ્લેખનીય છે કે એફસીઆઇ ગોડાઉન પાસે હાલજ નગરપાલિકા દ્વારા નવી સ્ટ્રોમ ડ્રેનેજ લાઈન નાખવામાં આવી હતી તે છતાં પણ પાણીનો નિકાલ ઝડપી ન થતા પાણી ભરાઈ જવા પામ્યું હતું.
ગોધરાના બામરોલી રોડ વિસ્તારમાં તેમજ વાવડી રોડ ખાતે આવેલી દુકાનોમાં પાણી ભરાઈ ગયું હતું દુકાનોમાં ભરેલા ફૂડ પેકેટ પાણીમાં તણાતા જોઈ શકાય છે તેમજ તે વિસ્તારમાં આવેલા એટીએમ બુથમાં પણ પાણી ભરાઈ જવા પામ્યું હતું.
ગોધરામાં લાંબી રાહ જોયા બાદ પડેલા વરસાદ માં પ્રજામાં ખુશીનો માહોલ જોવા મળ્યો જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને હાલાકી નો સામનો પણ કરવો પડ્યો હતો.
જુઓ વિડિયો…