Jobs:
ગુજરાત સરકાર દ્વારા જીપીએસસી ક્લાસ 1 અને ક્લાસ 2 ની ભરતી પ્રક્રિયા આજથી શરુ કરવામાં આવી રહી છે. અને તેમાં માટે આજથી ઓનલાઇન ફોર્મ ભરવાનું શરુ થઇ ગયું છે. ગુજરાતના વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા સમયથી ગુજરાત જાહેર સેવા આયોગની ક્લાસ 1 અને ક્લાસ 2ની પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા.
જુદા જુદા વિભાગીય કુલ 245 પદો માટે નોટિફિકેશન
ગુજરાત જાહેર આયોગ દ્વારા આજથી જુદા જુદા વિભાગીય કુલ 245 પદો માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનએ ચીફ ઓફિસર, આસિસ્ટન્ટ એન્જીનિયર(સિવિલ), સ્ટેટ ટેક્સ ઓફિસર, આસિસ્ટન્ટ ટેક્સ ઓફિસર, ચીફ ઓફિસર, આસિસ્ટન્ટ કમિશનર જેવા પદો માટે ભરતી પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. આ માટે નોટિફિકેશનમાં ઉમર, લાયકાત અને અનામત જેવી માહિતી જીપીએસસીની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવી છે.
આ પણ વાંચો..ધો.6-9ના વિદ્યાર્થી માટે શિષ્યવૃત્તિ જાહેર.
ભરતીની છેલ્લી તારીખ સપ્ટેબરની 9 તારીખ છે
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ક્લાસ 1 અને ક્લાસ 2 માટેની ભરતી આવી ન હતી ત્યારે આજે મોટા વિભાગના ઘણા પદો માટે નોટિફિકેશન બહાર પાડી અને ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ભરતીની છેલ્લી તારીખ સપ્ટેબરની 9 તારીખ છે. આ ભરતી માટે ઉમેદવારની પસંદગી પ્રથમ પ્રિલીમ પરીક્ષા ત્યારબાદ મેઇન્સ પરીક્ષા અને છેલ્લા ઇન્ટરવ્યૂ ગુજરાત જાહેર આયોગના નિયમો મુજબ કરવામાં આવશે.