લઠ્ઠાકાંડ:
ગુજરાતના બોટાદ તાલુકામાં લઠ્ઠાકાંડ સર્જાયા બાદ વિપક્ષ દ્વારા સરકાર પર અનેક પ્રહારો કર્યા હતા. ત્યારે આજે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર કેમિકલકાંડને લઈને સરકાર પર પ્રશ્નો ઉઠાવ્યા છે.
ટીવ્ટરના માધ્યમથી ગુજરાતમાં કેમિકલકાંડથી થયેલા મોત પર તેમણે નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે કોઈ સત્તાધારી તાકાતો સંરક્ષણ આપી રહી છે.
મંગળવાળે સર્જાયેલા કેમિકલકાંડમાં અત્યાર સુધીમાં 43 લોકોના મોત થયા છે. પોલીસે 14 બુટલેગરોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે હજી કેટલાક લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ કેમિકલકાંડમાં બોટાદમાં 32 લોકો અને અમદાવાદમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા છે.
આજે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે ‘ડ્રાય સ્ટેટ ગુજરાતમાં ઝેરી દારૂ પીવાથી અનેક ઘરો ઉજડી ગયા. ત્યાં અબજોના ડ્રગ્સ પણ જપ્ત થઈ રહ્યા છે.
જે ખુબ ચિંતાની વાત છે, આ કોણ લોકો છે જે બાપુ અને સરદાર પટેલની ભૂમિમાં આ લોકો કોણ છે જે આવો ગેરકાયદે વેપાર કરે છે? આ માફિયા સભ્યોને કવચ બનાવીને સત્તામાં કોણ છે?
આ સિવાય આપ નેતા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતની મુલાકાત લીધી હતી. ત્યારે તેમણે પણ ગુજરાત સરકાર પર દારૂબંધી અંગે પ્રહાર કર્યા હતા.
તેમણે કહ્યું કે ડ્રાય સ્ટેટમાં ગેરકાયદેસર દારૂ કેવી રીતે વહેંચવામાં આવે છે. ગુજરાતમાં દારૂના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ છે, જે “ડ્રાય સ્ટેટ” છે.
ગુજરાત પ્રોહિબિશન એક્ટ મુજબ, પોલીસ પરમિટ વિના દારૂ ખરીદવા, પીવા અથવા પીરસવા બદલ ત્રણ મહિનાથી પાંચ વર્ષની જેલની સજા સાથે ધરપકડ કરી શકે છે.
મે મહિનામાં આ જ પોર્ટ પરથી ₹500 કરોડના ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં ડ્રગ્સ જપ્ત કરવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
આ મહિનાની શરૂઆતમાં, ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ કચ્છ જિલ્લાના મુન્દ્રા બંદર પર એક કન્ટેનરમાંથી અંદાજિત ₹376 કરોડની કિંમતનું 75 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું, HTએ અહેવાલ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે મંગળાવળે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 42 લોકોના મૃત્યુ થયા છે.