EL News, Panchmahal:
ગુજરાત કાઉન્સિલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) ડીપાર્ટમેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર અને વિજ્ઞાન પ્રસાર ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ભારત સરકાર દ્વારા સાયન્સ કોઓડીનેટર અને વિજ્ઞાન લેખકો વચ્ચે એક પરિસવાદ સાયન્સ સીટી અમદાવાદ ખાતે તારીખ ૦૭/૦૭/૨૦૨૨ અને તારીખ ૦૮/૦૭/૨૦૨૨ ના રોજ યોજાયેલ રહેલ છે. આ પરિસંવાદમાં લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરાના કોઓર્ડીનેટર બ્રિઝ જાદવ અને લેખક વીનું બામણીયા ભાગ લઇ રહ્યા છે. વિજ્ઞાન પ્રસારના આ પરિસવાદ પછી વિજ્ઞાન પ્રસાર દ્વારા પ્રકાશિત થતાં લેખો, નાટકો, પ્રત્રિકાઓ, વિજ્ઞાન સાહિત્ય, ઇ-સાહિત્ય, રેડિયો શો, વગેરે હવે પછી ગુજરાતી ભાષામાં સરળ રીતે સમજી શકાય તેમ પંચમહાલના ખૂણે- ખૂણે પહોચાડવામાં મદદ મળશે. જિલ્લાને વિજ્ઞાન પ્રકાશનમાં ગતિ મળશે. તેમ લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરાના કાર્યકારી પ્રમુખ ડૉ સુજાત વલીએ જણાવ્યું હતું.