29.1 C
Gujarat
December 26, 2024
EL News

ખુશખબર / બજાર ખુલતાની સાથે જ અદાણી ગ્રૂપના શેરમાં તેજી

Share
Business, EL News

Adani Share Price: અદાણી ગ્રૂપ (Adani Group Stocks) ના શેર મંગળવારે સતત બીજા દિવસે તેજીના ટ્રેક પર છે. ગ્રૂપના તમામ 10 શેરોએ આજે ​​ઉછાળા સાથે ટ્રેડિંગ શરૂ કર્યું. સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે ગ્રૂપના મોટાભાગના શેરોમાં તેજી જોવા મળી હતી અને 7 શેરના ભાવ ફાયદામાં રહ્યા હતા.

PANCHI Beauty Studio

આ બંને શેરોમાં વધુ તેજી

બિઝનેસની શરૂઆતમાં એનડીટીવી (NDTV) અને અદાણી ટોટલ ગેસ (Adani Total Gas) ના શેરમાં સૌથી વધુ તેજી હતી. NDTV ના શેરે 1.50 ટકાથી વધુના વધારા સાથે ટ્રેડિંગની શરૂઆત કરી હતી, જ્યારે અદાણી ટોટલ ગેસ શરૂઆતના બિઝનેસમાં 1 ટકાથી વધુ વધ્યો હતો. ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ (Adani Enterprises) અને અદાણી પોર્ટ્સ (Adani Ports) માં પણ લગભગ 1-1 ટકાનો વધારો નોંધાયો હતો.

આ પણ વાંચો…અમદાવાદ: ભરઉનાળે ફરી માવઠાની આગાહી!

આ સીમેન્ટ સ્ટોક પટકાયો

આ સિવાય અદાણી ગ્રીન (Adani Green), અદાણી પાવર (Adani Power), અદાણી ટ્રાન્સમિશન (Adani Transmission), અદાણી વિલ્મર (Adani Wilmar) અને અંબુજા સિમેન્ટ (Ambuja Cement) ના શેર પણ ગ્રીન ઝોનમાં છે. ACC સિમેન્ટ, અદાણી ગ્રૂપના બીજા સિમેન્ટ સ્ટોકે ટ્રેડિંગની શરૂઆત ફાયદા સાથે કરી હતી, પરંતુ ટ્રેડિંગની શરૂઆતની થોડી મિનિટોમાં જ તેજી ગુમાવી હતી. સવારે 09:30 વાગ્યે તે લગભગ 0.20 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો હતો.

આજે આવી થઈ શરઆત

 

  • કંપની / શેર                        શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં ભાવ (રૂપિયામાં) / ફેરફાર (ટકામાં)અદાણી એન્ટરપ્રાઇઝિસ        1895.05 (0.84%)

    અદાણી ગ્રીન                967.80 (0.56%)

    અદાણી પોર્ટ્સ                669.65 (0.71%)

    અદાણી પાવર                190.00 (0.34%)

    અદાણી ટ્રાન્સમિશન            1043.40 (0.39%)

    અદાણી વિલ્મર                408.90 (0.45%)

    અદાણી ટોટલ ગેસ            958.70 (1.30%)

    એસીસી                         1780.65 (-0.20%)

    અંબુજા સિમેન્ટ                392.65 (0.32%)

    એનડીટીવી                    189.45 (1.53%)ગ્રૂપે કેટલુ દેવું ચૂકવ્યું

અદાણી ગ્રૂપના શેર માટે આવનારા દિવસો વધુ સારા સાબિત થઈ શકે છે. અદાણી ગ્રૂપ તેના દેવાને સમય પહેલા ઘટાડી રહ્યું છે અને ગિરવે મૂકેલા શેરને છોડાવી રહ્યું છે. અહેવાલો મુજબ, અદાણી જૂથે માર્ચ ક્વાર્ટર દરમિયાન ઓછામાં ઓછા 3 બિલિયન ડોલરના બોન્ડની ચુકવણી કરી છે. આ ઉપરાંત, અદાણી ગ્રૂપે ત્રિમાસિક ગાળા દરમિયાન ઓછામાં ઓછા 3,650 કરોડ રૂપિયાના કોમર્શિયલ પેપરની ચૂકવણી કરી છે. આ કોમર્શિયલ પેપર્સ ત્રણ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડને વેચવામાં આવ્યા હતા. તેમાંથી SBI મ્યુચ્યુઅલ ફંડને 2,750 કરોડ રૂપિયા, આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડને 500 કરોડ રૂપિયા અને HDFC મ્યુચ્યુઅલ ફંડને 450 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

એલન મસ્કે ગુમાવ્યો નંબર-1નો તાજ

elnews

હવે સ્ટોક બાય અને સેલ માટે ‘ASBA’ ફિચર મળશે, જાણો ફાયદો

elnews

જર્મનીમાં મંદી,વિશ્વની મોટી અર્થવ્યવસ્થા પર ખતરો

elnews

Leave a Comment

error: Content is protected !!