નોકરી:
ગોંડલના ક્મરકોટડામાં યુવકની આત્મહત્યા મુદ્દે કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા હતા. 4 વર્ષથી સરકારી નોકરી સફળના ના મળી હોવાથી યુવકે આત્મહત્યા કરતા કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
રાજકોટના ગોંડલામાં જે દુઃખદ પ્રસંગ થયો તેમાં ગુજરાત દુખી છે. આ મામલામાં કોઈ રાજનિતી અમે નથી કરવા માંગતા, બીજેપી સરકાર ચલાવે છે તો સરકારે આ મામલે સંવેદનશીલતા બતાવવી જોઈએ. કોંગ્રેસ પાર્ટી બેરોજગારી પર સવાલ ઉઠાવી રહી છે. જેમની હિંમત નથી હોતી પૈસા ખર્ચ કરવાની તેઓ કોંચિંગ કરાવી પૈસા ખર્ચ કરે છે. તેમ તેમણે જણાવ્યું હતું.
જેમાં 1 નહીં પરંતુ 14 જેટલા પેપરો લીક થયા છે. કોઈ કાર્યવાહી કોઈના પર નથી કરવામાં આવી. કેટલીય પોસ્ટ એવી છે જે ગુજરાતમાં ખાલી જ છે.
સરકાર માને છે કે આ વેકેન્સી છે પરંતુ આંકડાઓ બહાર નથી પડતા. પરંતુ 5 લાખ લોકોની વેકેન્સી છે. અત્યારે ગુજરાતમાં પરીક્ષાના પેપરો સક્સેસફુલ નથી નિકળતા.
નરેગા વિશે પીએમએ પાર્લામેન્ટ્રીમાં કોમેન્ટ કરી હતી પરંતુ આ યોજના વિચારીને બનાવી હતી. લોકોની ઈકોનોમી અને જીવનશૈલીમાં તેના કારણે પરીવર્તન આવ્યું છે.
ગુજરાતમાં બે કરોડ લોકો નરેગામાં જોડાયેલા હતા આજે 30 લાખ જેટલા થયા છે. તેમ તેમણે જણાવ્યું હતું. આ સાથે કોંગ્રેસના નેતા શૈલેષ સોલંકીએ કહ્યું કે, છેલ્લા 27 વર્ષમાં અનુસુચિત જાતિના લોકોમાં તેમના પર તમામ રીતે અન્યાય કરવામાં આવ્યો છે.