EL News, Health Tips:
આ વસ્તુઓ ખાવાથી (eat) સ્પર્મ (sperm) થાય છે ડેમેજ, નહીં બની શકો પિતા (father), હવેથી કેવી રીતે રાખશો સાવધાની? આજકાલ લોકોના મનમાં અનેક સવાલો ઉદ્દભવી રહ્યા છે કે પુરુષોમાં શુક્રાણુઓની ગુણવત્તા (quality) કેમ ઘટી રહી છે? શું આ ખરેખર મોટી સમસ્યા છે? શુક્રાણુઓની સંખ્યા ઓછી થવા માટે આપણે જે ખોરાક ખાઈએ છીએ તે જવાબદાર છે? આજે અમે તમને આ તમામ બાબતોના જવાબો આપીશું. છેલ્લા કેટલાક વર્ષોમાં પુરૂષોના શુક્રાણુઓની સંખ્યા સતત ઘટી રહી છે. તેના પાછળના કારણો તમને આશ્ચર્યચકિત કરી શકે છે ખાસ કરીને પુરુષો (male).
સામાન્ય રીતે પુરૂષો સ્પર્મ હેલ્થ પર વધુ ધ્યાન આપતા નથી. મોટાભાગના પુરૂષોને ખ્યાલ પણ નથી હોતો કે આહાર અને જીવનશૈલીના કારણે પણ શુક્રાણુઓની સંખ્યા ઓછી થઈ રહી છે. નવયુગલ દંપત્તિમાં જ્યારે યુવતી બાળક ઈચ્છે ત્યારે પુરૂષોએ પોતાના સ્પર્મ કાઉન્ટને લઈ ખાસ ધ્યાન આપવું પડે છે.
પુરૂષોના શરીરમાં જો સ્પર્મની માત્રા વધારે પ્રમાણમાં ઘટી જાય તો તેના પિતા બનવાની સંભાવના પણ ઘટી જાય છે. આ વચ્ચે પુરૂષોના લગ્નજીવન ખતરામાં પડી શકે તેમજ પાર્ટનર સાથે પણ સંબંધોમાં કડવાશ આવી જાય. પુરૂષો પોષક તત્વોથી ભરપુર ખોરાક અને થોડી કસરત કરીને આ સમસ્યાને દૂર કરી શકે છે.