Healthtips:
દુનિયાભરમાં લગભગ 50 ટકા લોકોને માથાના દુખાવાનો સામનો કરવો પડતો હોય છે. કેટલાક માથામાં થતા દુખાવા સામાન્ય હોય છે જ્યારે કેટલાક દુખાવા એવા હોય છે જે વ્યક્તિને હેરાન-પરેશાન કરી નાંખે છે. આમ, અમુક માથાના દુખાવાને તમે ઘરેલું ઉપાયોથી રાહત મેળવી શકો છો. આમ, જો તમને માથાના દુખાવાની સાથે-સાથે તમને ધુંધળુ દેખાય છે તો તમારે આ લક્ષણને જરા પણ ઇગ્નોર કરવા જોઇએ નહિં. આ લક્ષણો દેખાતા તરત જ તમે ડોક્ટરને બતાવો. જો તમે આ વાતને ઇગ્નોર કરો છો તો તમારે પાછળથી પસ્તાવાનો વારો આવશે. એમાં પણ ખાસ કરીને જો તમને માથાની ડાબી બાજુ દુખે છે તો જાણી લો આ લક્ષણો વિશે…
ઘણાં બધા દુખાવા માથાની ડાબી બાજુ થાય છે જેમાં માઇગ્રેન, કલસ્ટર માથાનો દુખાવાને સમાવેશ થાય છે. સામાન્યરીતે ડોક્ટર માથાના દુખાવાને બે રીતે ક્લાસીફાઇ કરે છે જેમાંથી એક છે પ્રાઇમરી અને બીજું છે સેકેન્ડરી..પ્રાઇમરી દુખાવામાં દુખાવો એ મુખ્ય લક્ષણ હોય છે, જ્યારે સેકેન્ડરી માથાના દુખાવામાં કોઇ બીજા કારણો પણ જવાબદાર હોય છે જેમ કે..
બ્રેન ટ્યુમર
સ્ટ્રોક
ઇન્ફેક્શન
જેમાં માથાનો દુખાવો ડાબી બાજુના ભાગમાં થતો હોય છે.
જાણો ડોક્ટરને ક્યારે બતાવવું જોઇએ
જો તમને માથાનો દુખાવો સતત વધી રહ્યો છે અને તમે આ લક્ષણને ઇગ્નોર કરી રહ્યા છો તો તમારે ચેતવાની જરૂર છે. જો તમને દુખાવો સતત વધી રહ્યો છે તો તમે તરત જ ડોક્ટરને બતાવો. જો તમે આ વાતને ઇગ્નોર કરો છો તો આંખોની રોશનીમાં ધુંધળી થવી, તાવ આવવો, પરસેવો થવો, ઉલ્ટી થવી તેમજ શરીરના અનેક ભાગમાં નબળાઇ આવવી.
આ પરિસ્થિતિમાં ખાસ કરીને તરત જ ડોક્ટરને બતાવો
50 વર્ષની ઉંમર પછી માથાનો દુખાવાની સમસ્યા થવી
માથાના દુખાવામાં પેટર્ન બદલાવવી
સતત માથું દુખ્યા કરવું
કોઇ પણ વ્યક્તિના મેન્ટલ ફંક્શન અને પર્સનાલિટીમાં બદલાવ આવવા પર માથામાં થતા સતત દુખાવાને કારણે રોજનું કામ કરવામાં તકલીફ પડવી.
ટ્રીટમેન્ટ અને બચાવ
ઘણી વાર લોકો આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે દવાઓ લેતા હોય છે, પરંતુ જો તમે આ વસ્તુઓને ઇગ્નોર કરો છો તો માથાના દુખાવામાંથી રાહત મેળવી શકાય છે..જેમ કે..
સ્ટ્રેસથી દૂર રહો
ભરપૂર ઊંઘ લો
એવી વસ્તુઓનું સેવન ના કરો જેમાં તમારો માથાનો દુખાવો ટ્રિગર હોઇ શકે છે.
આવા જ જાણવા જેવા આર્ટીકલ વાંચવા માટે આજે જ ડાઉનલોડ કરો El News તમારા પ્લેસ્ટોર ઉપર થી…
https://play.google.com/store/apps/details?id=com.elnews