Kesar Penda, Recipe:
હવે શ્રાવણ મહિનાના થોડા જ દિવસો બાકી છે ત્યારે હવે અનેક તહેવારો શરૂ થવા લાગશે. તહેવારોમાં પૂજા પાઠનું અનેક ઘણું મહત્વ રહેલું હોય છે. આ તહેવારોમાં એક ખાસ રક્ષાબંધનનો તહેવાર પણ આવશે જેમાં ભાઇના કોમળ હાથ પર બહેન રાખડી બાંધે છે અને ભગવાનને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. આ દિવસોમાં અનેક ઘરોમાં લોકો ભગવાનને પ્રસાદ ધરાવતા હોય છે. તો તમે પણ હવે ભગવાનને પ્રસાદમાં ધરાવો કેસર પેંડા. જો તમે આ રીતે પેંડા બનાવશો તો ટેસ્ટમાં બહાર જેવા જ બનશે અને સોફ્ટ પણ મસ્ત થશે.
સામગ્રી
2 કપ માવો
બૂરું ખાંડ
2 ચમચી દૂધ
નાની ચમચી કેસરના તાંતણા
પિસ્તા
બદામ
બનાવવાની રીત
કેસર પેંડા બનાવવા માટે સૌ પ્રથમ ફુલ ફેટ વાળુ દૂધ લો અને એમાં કેસર નાંખીને દૂધને ગરમ કરી લો. આમ કરવાથી દૂધનો કલર મસ્ત થશે અને પેંડા પણ ટેસ્ટમાં સારા લાગે છે.
હવે મોળો માવો લો અને એને સારી રીતે મેશ કરી લો જેથી કરીને એમાં ઘટ્ટા ના રહી જાય. આ માવાને મસળીને એકદમ સ્મુધ કરી લો.
પછી આ માવાને ધીમા ગેસ પર 5 થી 7 મિનિટ માટે શેકી લો.
શેક્યા પછી માવાને ફરીથી મસળીને એકદમ સ્મુધ કરી લો.
હવે આ માવામાં કેસરવાળુ દૂધ એડ કરો. જ્યારે તમે દૂધ એડ કરો છો ત્યારે માવાનો કલર અલગ થવો જરૂરી છે.
દૂધ નાંખ્યા પછી માવાને ગેસ પર 2 મિનિટ માટે ગરમ કરી લો અને પછી બરાબર એને મસળી લો.
હવે આ માવો એક પ્લેટમાં લઇ લો અને એને ઠંડો થવા દો.
માવો થોડો ઠંડો થઇ જાય એટલે એમાં બૂરું ખાંડ ભેળવી દો.
હવે હથેળી પર ઘી લગાવો અને પછી માવો હાથમાં લો અને ગોળાકાર બનાવો. ગોળાકાર બનાવ્યા પછી દબાવીને એને પેંડા જેવો આકાર આપો.
હવે આ પેંડા પર પિસ્તા અને કાજુની કતરણ નાંખીને હળવા હાથે પ્રેશ કરો.
તો તૈયાર છે કેસરના પેંડા.
આ પેંડા તમે 8 થી 10 સુધી ખાઇ શકો છો.
આવી જ વાનગીઓ ની રીત જાણવા માટે જોડાએલા રહો El News સાથે.. અને આજે જ તમારા એંડ્રોઈડ ફોન માં ડાઉનલોડ કરો El News.