Godhra, Panchmahal: આખાય ગુજરાત રાજ્યમાં ચારે તરફ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે જુનાગઢ તેમજ અન્ય વિસ્તારોમાં મેઘરાજાની મહેર જોવાઈ રહી છે ત્યારે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકા ખાતે છેલ્લા બે ત્રણ દિવસથી ગરમીનો પારો જોવા મળી રહ્યો હતો અને વરસાદ સંતાકૂકડી રમતો હોય એમ આવીને જતો રહેતો હતો ત્યારે આખરે આજરોજ પંચમહાલ જિલ્લામાં ગોધરા સાહિતના આસપાસના વિસ્તારોમાં મુશળધાર વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે.
પંચમહાલનું પાટનગર ગણાતું ગોધરા નગર વરસાદ થી વંચિત હોય એમ લાગી રહ્યું હતું પરંતુ વીજળીના કડાકા સાથેની આ ધમાકેદાર વરસાદી એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે સાથે સાથે ગોધરા નગરના રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જવા પામ્યું છે.
લાંબી રાહ જોયા બાદ વરસાદી આગમનથી પ્રજામાં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો તેમ જ ખૂબ જ સારા પ્રમાણમાં વરસાદ પડવાને કારણે કેટલાક લોકો તો વરસાદની મજા માણવા માટે રસ્તાઓ ઉપર નીકળ્યા હતા.