Panchmahal:
હમણાં ભારત દેશ આખો આઝાદીના ૭૫ વર્ષ ની ઉજવણી કરી રહેલ છે. તેવામાં ગોધરા નગર પાલિકાના વોર્ડ નંબર ૨ ની ૧૦ વર્ષ જૂની સોસાયટીઓના રહીશો ને પાકા રોડ તો એક તરફ, કાચા રસ્તાનું પુરાણ વાળા રસ્તા ની સગવડ પણ મળેલી નથી.
તો આ સોસાયટીઓના કાદવ કીચડ વાળા રસ્તા પર ચાલતા નાગરિકો કેવી રીતે આઝદીની ઉજવણી કરે? મોટી મોટી જાહેરાતો સરકાર દ્વારા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા અલગ છેે.
ગોધરા શહેરના નગરપાલિકાના હદ માં આવેલ વોર્ડ નંબર ૨ માં આવેલી દશામાતા રેલ્વે ફાટક પાસે આવેલ સુભાષ પાર્ક, સિદ્ધિ વિનાયક ટેનામેન્ટ, દિવાળીની ચાલ, મનોરથ ટેનામેન્ટ જેવી ૫૦ જેટલી સોસાયટીઓ આવેલી છે.
અને આ સોસાયટીના આશરે ૨૦૦૦ મકાનો માં રહેતા ૧૦૦૦૦ નાગરિકો દરરોજ એક થી બે ફૂટ કાદવ કીચડ વાળા રસ્તાઓ પર ચાલીને પોતાના ધંધા રોજગાર પર જાય છે.
આશરે 1 કિલો મીટરનો રસ્તો કાદવ કીચડ વાળો હોવાથી અહીંયા 108 એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી. રહીશોને ઈમરજન્સીના સમયે દર્દીને તથા ગર્ભવતી મહિલાને ઉંચકીને 1 કિલોમીટર સુધી લઇ જવા પડે છે.
બાળકો કીચડવાળા રસ્તા પર પડી જવાના કારણે કીચડવાળા ગંદા સ્કૂલ યુનિફોર્મમાં જ સ્કૂલમાં જાય છે. મોટર સાયકલ સ્લીપ થવાના કારણે ઘણા વાહન ચાલકોને હાથ પગ તૂટી જવાના બનાવો પણ બનેલ છે.
રોજના આશરે 25 હજાર વાહનો આ રસ્તા પરથી અવાર જવર કરે છે. આ ૫૦ સોસાયટીના રહીશોએ જિલ્લા કલેક્ટરને તથા નગર પાલિકાના વોર્ડ નંબર ૨ ના નેતાઓને પાકા રસ્તા બનાવી આપવા લેખિતમાં રજૂઆતો કરવા છતાં કોઈ સાંભળતું નથી.
અને હવે તો લોકોએ રસ્તા બનવાની આશા પણ છોડી ધીધી છે. જો દર પાંચ વર્ષે ચુંટણી વખતે અમે જીતીશું તો પાકા રોડ બનાવીશું ના વાયદાઓ કરનાર નેતાઓ ચુંટણી જીત્યા પછી ફરકતા પણ નથી તો આવા નેતાઓ ને મત આપવાની શું જરૂર અને આ નેતાઓની પણ સમાજને શું જરૂર?
રજુઅતો કરવા છતાં આઝાદીના ૭૫ વર્ષ પછી પણ નગરપાલિકાની હદમાં રોડ બનેલ નથી. આખરે ગોધરા નગરના રહીશોએ હવે થાકીને ગોધરા શહેરને રોડ લેસ સીટી નું બિરુદ્દ આપેલ છે.
આઝાદીના ૭૫ વર્ષે પણ ગોધરા નગરપાલિકા રહીશોને પાકા રોડ પણ ન આપતી હોય તો નેતાઓને શરમાવવાની જરૂર છે આખરે નેતાઓથી કંટાળીને લોકોએ આત્મનિર્ભર બનીને આ રસ્તા પોતાના જ ખર્ચે બનવવાની જુંબેશ શરુ કરેલ છે.