Ahmedabad:
અમદાવાદમાં રાણીપમાં નકલી દારુની ફેક્ટરી ગઈકાલે ઝડપાઈ હતી. કેમિકલ કાંડ બાદ આ પ્રકારની ફેક્ટરીઓ બહાર આવી રહી છે જો કે, અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં ચાલતી નકલી દારુની ફેક્ટરી એક વર્ષથી ચાલતી હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં એક વર્ષથી નકલી દારુની ફેક્ટરીઓ ચાલતી હતી. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર નામનો બુટલેગર એક વર્ષથી આ ફેક્ટરી ચલાવતો હતો. આ ફેક્ટરી કોની રહેમ નજર હેઠળ ચાલતી હતી તેને લઈને પણ અનેક સવાલો છે. કેમ કે, ભેળસેળ કરીને દારુ બનાવવામાં આવતો હતો. હજૂ દારુકાંડને બરવાળામાં થયો તેના મૃતકોની રાખ પણ ઠંડી નથી થઈ તેવામાં બીજો લઠ્ઠાકાંડ થતા બચી ગયો.
શંકર મારવાડી નામના વ્યક્તિ અને મોહમ્મદ છીપા નામના આરોપી એસેન્સ આલ્કોહોલ અને પાણી મિક્ષ કરીને દરોજ અલગ અલગ મોંઘી કિંમતનું ઈંગ્લિશ દારૂ બનાવીને જૂની ઈંગ્લિશની બોટલોમાં ભરતા હતા. આ દારુ બોટલોમાં સિલ કરીને વેચાણ કરતાં હતા.
એક વર્ષથી ધમધમતી નકલી દારુની ફેક્ટકરી પર કોની રહેમ નજર હેઠળ ચાલતી હતી. તેને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે. આ પ્રકારે દારુના વેચાણો થઈ રહ્યા છે જેમાં લોકોની જીંદગી હોમાઈ રહી છે.
કેમિકલ કાંડને લઈને પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે અને એસપી સહીતનાની બદલીઓ પણ કરાઈ છે ત્યારે આ પ્રકારે નકલી દારુની ફેક્ટરીઓ વારંવાર સામે આવતા ગુજરાતમાં અને અમદાવાદમાં દારુના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.
રાણીપ વિસ્તારમાં 10 હજાર રૂપિયાના માસિક ભાડે જગ્યા રાખીને છેલ્લા 1 વર્ષથી આ હાટડી ચાલતી હતી. મળતી વિગતો અનુસાર અહીંથી દરરોજ 1 લાખ જેટલી કિંમતનો દારૂ વેચાણ થતો હતો.