27.8 C
Gujarat
December 25, 2024
EL News

શહેરા નગરના આકેડીયા ગામના વચ્છેસર તળાવ પાસેથી ગૌમાસ 800 કિલો જથ્થો પકડાયો…

Share

શહેરા, પંચમહાલ: પંચમહાલ (panchmahal) પોલીસ (police) દ્વારા છેલ્લા કેટલાય સમયથી પશુઓ ને લગતી ગેરકાયદેસર પ્રવ્રુત્તિ અટકાવવા માટે નું સખત પાલન કરાવવામાં આવી રહ્યું છે ત્યારે શહેરા (shahera) પોલીસ દ્વારા શહેરા નગરના આંકેડીયા ગામના વચ્છેસર તળાવ પાસેથી 800 કિલો ગૌમાંસ નો જત્થો જપ્ત કરી ૨૩ જેટલા પશુઓ ને બચાવી લેવાયા હતા.

શહેરા પોલીસ ને બાતમી મળી હતી કે આકડિયા ગામના તળાવમાં પાસે આવેલા વચ્છેસર તળાવની પાળ પછીના રહેણાંક મકાનોમાં અને ખુલ્લી જગ્યાએ ગૌવંશની હત્યા કરી તેના માસનો ગેરકાયદેસર વેપલો કરાઈ રહ્યો છે.

આથી શહેરા પીઆઇ દ્વારા શહેરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સ્ટાફ જી આર ડી હોમગાર્ડ સાથે રાખીને બાતમી વાળીજગ્યાએ રેડ કરવામાં આવી હતી.

રેડ દરમિયાન સમગ્ર વિસ્તારમાં અફરાતફરી સર્જાઇ હતી ત્યારે પોલીસે ઘટના સ્થળ પરથી નવ જેટલા ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ રહેણાંક મકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી કેટલાક રહેણાક મકાનોમાં ધડ વગરના ગૌવંશના હત્યા કરેલા માથાના ભાગ મળી આવ્યા હતા.

તો કેટલાક પ્લાસ્ટિક ના થેલામાં ગૌમાસનો જથ્થો મળી આવ્યો હતો. તો થોડે દૂર વેરવિખેર ભરેલા માસના જથ્થા મળી આવ્યા હતા.

પોલીસે હાલ આ તબક્કે 800 કિલો ગૌમાસ તથા જીવતા 23 ગૌવંશ મળી સ્થળ ઉપરથી છરી, છરા, કુહાડી અને વજન કાંટા સહિતની સામગ્રી કબજે કરી હતી.

આ રેડ દરમિયાન મળેલ ગૌવંશના એફ.એસ.એલ રિપોર્ટ માટે સેમ્પલો લેવામાં આવ્યા હતા. જેમાં આ ગૌવંશ સેમ્પલો ને આગળ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા આ બાબતને લઈ શહેરા પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે જેથી આ ગૌમાસના વેપલામાં વધુ કેટલા ઇસમો સંડોવાયેલ છે તે બાબતની તજવીજ શહેરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે તથા વોન્ટેડ આરોપીને પકડવાની ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Related posts

વડોદરા શહેરની 5 વિધાનસભામાં ભાજપના 4, કોંગ્રેસના 2 ઉમેદવારો પોતાને વોટ નહીં આપી શકે

elnews

Panchmahal: “હર ઘર તિરંગા” જિલ્લા કલેક્ટરના અધ્યક્ષતામાં..

elnews

વડોદરામાં કેજરીવાલના કાર્યક્રમ પર પાલિકાના એક્શન

elnews

Leave a Comment

error: Content is protected !!