22.6 C
Gujarat
November 20, 2024
EL News

જાણો આપણા નવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિષે અજાણી વાતો..

Share
દેશ વિદેશ:

આપણા દેશ માં આજકાલ રાષ્ટ્રપતિ (President) ની ચૂંટણી ની તૈયારી જોરશોર થી ચાલી રહી હતી તો હવે જેમાં દ્રૌપદી મુર્મુ (Draupadi Murmu) એન ડી એ ના ઉમદેવાર હતા અને ડો. યશવંત સિંહા યુ પી એ ના ઉમેદવાર હતા.

જેમાં જેડીયુ અને જનતા દળ ના સપોર્ટ પછી એન ડી એ ના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ બને એવું લાગી રહ્યું હતુ જે વાત ચરીતાર્થ થઇ ચુકી છે.

તો આપણે થોડી વાતો એમના વિષે જાણીએ

દ્રૌપદી મુર્મુ નો જન્મ ૨૦ જૂન ૧૯૫૮ માં થયો હતો. તેમનો જન્મ ઓડિશા ના મયૂરભંજ જિલ્લા ના ઉપરબેડા ગામ માં થયેલો હતો. તેમના પિતાજી તેમજ તેમના દાદાજી ગામ માં સરપંચ રહી ગયેલ છે એમના લગ્ન ઓડિશા ના પહાડપુર ગામ માં થયા હતા. તેમના લગ્ન શ્યામ ચરણ મુર્મુ સાથે થયેલ જેઓ એક બેન્ક માં નોકરી કરતા હતા.

જેમનું અવસાન ૨૦૧૪ માં થયેલ છે. 2010 થી 2014ની વચ્ચે દ્રૌપદીના 2 પુત્ર અને પતિનું મૃત્યુ થયું હતું. તેમને એક દીકરી ને જન્મ આપ્યો હતો. સાલ ૧૯૮૪ માં તેનું પણ ૩ વર્ષ ની વયે મૃત્યુ થયું હતું. ૨૫ ઓક્ટોબર ૨૦૧૦ માં તેમના મોટા પુત્ર લક્ષ્મણ મુર્મુ નું મૃત્યુ થયું હતું ત્યારે તેની ઉમર માત્ર ૨૫ વર્ષ હતી.

૨ જાન્યુઆરી ૨૦૧૩ ના રોજ તેમના નાના પુત્ર બિરંચિ મુર્મુ નું મુર્ત્યું થયું હતું ત્યારે તેની ઉમર માત્ર ૨૮ વર્ષ હતી. ૧ ઓક્ટોબર ૨૦૧૪ માં તેમના પતિ શ્યામ ચરણ મુર્મુ નું  મૃત્યુ થયું હતું ત્યારે તેઓ માત્ર ૫૫ વર્ષ ના હતા.

દ્રૌપદી મુર્મુ રાજનીતિ માં આવ્યા પહેલા શિક્ષિકા હતા

દ્રૌપદી મુર્મુ રાજનીતિ માં આવ્યા પહેલા શિક્ષિકા હતા. તેઓએ ૧૯૯૭ માં ભારતીય જનતા પાર્ટી જોઈન કરી હતી. જેમાં એ નગર પંચાયત ના કન્સીલર બન્યા હતા. સાલ ૨૦૦૦ માં તેઓ નગર પંચાયત ના પ્રમુખ બન્યા.

ઓડિશા માં સરકાર હતી ત્યારે રાજ્ય મંત્રી પણ રહી ચુક્યા

તેઓ નવીન પટનાયક ની બી જે ડી અને ભારતીય જનતા પાર્ટી ની ઓડિશા માં સરકાર હતી ત્યારે રાજ્ય મંત્રી પણ રહી ચુક્યા છે. તેમને ૨૦૦૭ માં નીલકંઠ એવોર્ડ બેસ્ટ વિધાયક માટે મળેલ છે.

૧૦ મે ૨૦૧૫ ના રોજ ઝારખંડ રાજ્ય ના રાજ્યપાલ બન્યા

તેઓ ૧૦ મે ૨૦૧૫ ના રોજ ઝારખંડ રાજ્ય ના રાજ્યપાલ બન્યા હતા. દ્રૌપદી મુર્મુ તેમની સાથે હંમેશાં એક ટ્રાન્સલાઈટ અને શિવ બાબાનું નાનું પુસ્તક રાખે છે, જેથી બીજી કોઈ જગ્યાએ અવર-જવર દરમિયાન પણ તેમના ધ્યાનનો ક્રમ ન તૂટે.

તેઓ રોજ સવારે ૩:૩૦ વાગ્યે જાગી જાય છે, તેઓ રોજ યોગ કરે છે. જયારે તેઓ ઝારખંડ ના રાજ્યપાલ હતા ત્યારે તેમની જ પાર્ટી નું બિલ એમને ફગાવી દીધું હતું.

To read this kind of informative articles download now El News From Your playstore

https://play.google.com/store/apps/details?id=com.elnews

President Of India Draupadi Murmu

Related posts

ગોધરા રેલવે પોલીસે શંકાસ્પદ ઈસમ પાસેથી ઝડપી પાડી રોકડ રકમ

elnews

અમેરિકામાં અલ કાયદાના મોટા આતંકી કાવતરાનો પર્દાફાશ

elnews

PM મોદીએ લોકસભામાં વિપક્ષ પર કર્યો કટાક્ષ

elnews

Leave a Comment

error: Content is protected !!