ગોધરાના કોટડા પાસે 1148 કિલો પોષ ડોડા નો જથ્થો ઝડપાયો… by elnewsMay 31, 2022May 31, 2022 Share પરવડી ચોકડી પાસે પોશ ડોડા, પંચમહાલ પોલીસ: જિલ્લાના ગોધરાના કોટડા પાસે 1148 કિલો પોષ ડોડા નો જથ્થો ઝડપાયો છે. માલવાહક ટ્રકમાં ઘઉનાં જથ્થાની આડ માં પોષ ડોડાનો જથ્થો લઇ જવાતો પોલીસે 1147 કિલો પોષ ડોડાના જથ્થા સહિત બે ઇસમોની ધરપકડ કરી કુલ 48.63 લાખ નો મુદ્દામાલ કબજે કર્યો છે. SOG પોલીસની ટીમે બાતમીના આધારે ગોધરાના કોટડા ગામ પાસેથી ટ્રકને ઝડપી પાડી હતી. પંચમહાલ જિલ્લા એસ.ઓ.જી પોલીસને બાતમી મળી હતી કે નશાયુક્ત પદાર્થ ભરીને એક ટ્રક કે જે ગ્રે કલરની તાડપત્રી બાંધેલી છે તે દાહોદ તરફ થી અમદાવાદ જઈ રહી છે જે બાતમીના આધારે એસઓજી પોલીસનો સ્ટાફ દ્વારા ગોધરાના પરવડી બાયપાસ પાસે આવેલા કોટડા ગામ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીના વર્ણન મુજબની ટ્રક આવતા ટ્રકને ઉભી રાખી તેમાં તપાસ કરતા ટ્રકમાં ઘઉંની બોરીઓ નીચે સંતાડી ને લઇ જવાતા પોશ ડોડા નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રક ચાલક તેમજ ટ્રકમાં સવાર અન્ય એક ઇસમની ટ્રકમાં લઈ જવામાં આવી રહેલ પોસડોડા ના જથ્થા બાબતે આધાર પુરાવો રજૂ કરવાનું જણાવતા બંનેએ ઈસમો પાસે કોઈ પણ પ્રકારના આધાર પુરાવા મળી ન આવતા પોલીસે પોષ દોડાનો જથ્થો કબ્જે કરી બન્ને ઇસમોની અટકાયત કરી હતી. પોલીસે ઘઉંના જથ્થાની આડમાં લઈ જવામાં આવતા પોષ દોડાની 54 બોરીઓ જેનું વજન 1148 કિગ્રા તેમજ જેની કિંમત 34.44 લાખ થાય છે જેને ઝપ્ત કરી હતી. સમગ્ર પ્રકરણમાં પોલીસે કાસબરામ જાગુ અને દિલીપ ખીચર બન્ને રહેવાસી.લુની જિલ્લો જોધપુર રાજસ્થાન ની ધરપકડ કરી ઘઉં ની 270 બોરી જેની કિંમત 2.16 લાખ તેમજ ટ્રક સહિતના કુલ રૂ.46.63 લાખનો મુદ્દામાલ ઝડપી લઈને એન ડી પી એસ એકટની કલમો હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં આ પોષ દોડાનો જથ્થો રાજસ્થાન થી અમદાવાદ ખાતે લઈ જવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે હાલ આ જથ્થો કોની પાસેથી લેવામાં આવ્યો છે અને અમદાવાદમાં કોને આપવાનો હતો તેમજ અગાઉ કોઈવાર આવા નશીલા પદાર્થોનું વેચાણ કે વહન કરવામાં આવ્યું છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે. બાઈટ : ચેતન ખટાણા, ડી.વાય.એસ.પી, ગોધરા