23.9 C
Gujarat
January 1, 2025
EL News

ગોધરા ભાટવાડા ટોલ પ્લાઝા GEPL કંપની દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું..

Share

ગોધરા, પંચમહાલ: 

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે ખેડૂતો અને પર્યાવરણ પ્રેમીઓ વૃક્ષો રોપવાની જહેમત ઉઠાવી રહ્યા છે. વૃક્ષો એ પૃથ્વીનું ફેકશો માનવામાં આવે છે જેના કારણે પર્યાવરણમાં પ્રદૂષણ ઓછું અથવા તો નિયંત્રણ કરી શકાય છે.

ત્યારે ખેડૂતોની સાથે સાથે હાલ રાજ્યના વિકાસમાં સૌથી મોટો ફાળો ભજવતા રોડ રસ્તાઓ ના હોલ્ડર્સ દ્વારા પણ ભજવવામાં આવ્યો હતો.

ગત દિવસોમાં ગોધરા ભાટવાડા ટોલ પ્લાઝા GEPL કંપની દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓ સહિત વ્રૃક્ષારોપણ કરતા મેનેજર તથા કર્મચારીઓ

ગોધરા ભાટવાડા ટોલ પ્લાઝા મેનેજર રાજેશ શર્મા, મેનેજર યોગેશ ભાઈ અને સ્ટાફ દ્વારા આ પર્યાવરણ લક્ષી કામગીરી કરવામાં આવી હતી.

જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. તેમજ  વિદ્યાર્થીઓ ને સમજણ આપવામાં આવી હતી કે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ પ્રત્યેની લાગણી વ્યક્ત કરી શકાય છે.

સાથે સાથે પર્યાવરણ નું જતન કરે એવા ઉમદા આશય થી પોતાના ઘર આંગણે, ખેતરમાં વૃક્ષ ઉછેર કરે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. તેમજ  પ્રકૃતિ પ્રેમીઓ ને વૃક્ષોનાં ઔષધીય લાભો વિશે માહિતી પણ આપવામાં આવી હતી.

તેમજ ફક્ત વૃક્ષ રોપી દિધા એટલું જ નહીં આ છોડવા ની વૃક્ષારોપણ થી માંડી મોટા કરવાની બાહેધરી પણ લેવામાં આવી હતી.

Related posts

દહેગામ હાઇવે પર કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

elnews

ગાંધીનગર: ચરેડી છાપરામાં પોલીસની મોટી કાર્યવાહી

elnews

ભારતકેર્સ અને અદાણી સિમેન્ટે કિશોર સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે સ્વાસ્થ્ય મંચ પહેલ શરૂ કરી

elnews

Leave a Comment

error: Content is protected !!