Gujarat: ચોમાસા ની શરુઆત ની ઈનીંગ પત્યા બાદ બીજી ઈનીંગ ની શરુઆત પણ થઈ ચુકી છે ત્યારે ગુજરાતમાં ફરી વિવિધ જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો છે. પાણીના કારણે ફરી ગુજરાતમાં જળબંબાકાર જોવા મળી રહ્યો છે તેમાં પણ ગુજરાતના 109 તાલુકામાં સવારે 6 કલાક સુધીમાં વરસાદ જોવા મળ્યો છે. ત્યારે કેટલાક વિસ્તારમાં ફરી આજે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.
આજે સવાર સુધીમાં નર્મદા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. ડેડીયાપાડ 6 ઈંચ, સુરત ઉમરપાડામાં 4 ઈંચ, શાકબારા અને કપડારા, 3.5 ઈંચ, ડાંગ અને ધનસુરામાં 3.5, વિજપુરમાં 3 ઈંચ, માહેસાણામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે તો કચ્છના માંડવી, દસક્રોઈમાં 1.5 ઈંચ વરસાદ તો ડભોઈમાં 1 ઈંચ અને વાપીમાં પણ 1 ઈંચ વરસાદ નોંધાયો છે.
આ પ્રકારની સ્થિતિ અમદાવાદ ઉપરાંત વિવિધ દક્ષિણ ગુજરાતના કેટલાક તાલુકાઓ અને ઉત્તર ગુજરાતમાં જોવા મળી છે.ગઈ કાલ પડેલા વરસાદ બાદ વહેલી સવારથી જ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.
ગુજરાતમાં ઉત્તર ગુજરાત, મધ્યગુજરાત, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ફરી આગામી 3 કલાકની અંદર આગાહી હવામાન વિભાગ દ્વારા વરસાદ પડવાને લઈને કરવામાં આવી છે.
પોરબંદર, દ્વારકા, મહેસાણા, ભરુચ, તાપી, કચ્છ જિલ્લામાં 30થી 40 કિમીની ઝડપે પવન ફુંકાઈ ભારે વરસાદ વરસી શકે છે તે પ્રકારની સંભાવના હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ત્યારે એનડીઆરએફની તમામ ટીમોને વિવિધ વિસ્તારની અંદર મોકલવામાં આવી રહી છે. કેટલાક લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
ખાસ કરીને વલસાડમાં ઔરંગા નદીનું પાણી રહેણાંક વિસ્તારમાં આવતા કેટલાક લોકો વલસાજમાં ફસાઈ ગયા હતા તેમને બચાવવામાં આવ્યા છે. બે મહિલા સહીત એક યુવાન એમ ત્રણને બચાવી લેવામાં આવ્યા છે.
એક બાદ એક તમામ લોકોને સહીસલામત સ્થળોેએ ખસેડવા માટે સૂચના આપવામાં આવી છે. કેટલીક જગ્યાએ હેલિકોપ્ટરથી રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યા છે. લોકોને બચાવવા માટે સરકારી તંત્ર જિલ્લાઓમાં કામે લાગ્યું છે.