ગુજરાત:
વિવિધ જિલ્લાઓમાંથી જાહેર થયેલા આપ પાર્ટીના 10 ઉમેદવારની વિગતવાર માહિતી પાર્ટીએ શેર કરી હતી.
આમ આદમી પાર્ટી દ્વારા આજે 10 જેટલા ઉમેદવારો જાહેર કરાયા છે. ત્યારે આપ પાર્ટીએ જાહેર કરેલા આ ઉમેદવારો વિશે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ વિગતવાર માહિતી આપી હતી.
– આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરીને દિયોદર વિધાનસભાથી ઉમેદવાર બનાવવામાં આવે છે. ભેમાભાઈ ખૂબ જ લાંબા સમયથી આમ આદમી પાર્ટીને મજબૂત કરવા માટે દિવસ-રાત મહેનત કરતા આવ્યા છે.
આમ આદમી પાર્ટી જયારે ખુબ જ નાની હતી ત્યારથી તેમને પાર્ટીને મોટી કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે. તેઓ એક ખેડૂત આગેવાન છે અને ઉત્તર ગુજરાતમાં ખુબ જ સારું નેતૃત્વ કરીને પાર્ટીના સંગઠનને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
– સોમનાથ વિધાનસભાથી ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ જગમાલભાઇ વાળાને ઉમેદવાર બનાવવામાં આવે છે. જગમાલભાઈ ખૂબ જ મોટા સમાજ સેવક છેે
. તે પોતે દવાખાનું ચલાવે છે, શાળા ચલાવે છે, ગરીબ બાળકોને મફત માં ભણાવે છે, ગરીબોને મફત આરોગ્યની સેવાઓ પૂરી પાડે છે, સ્થાનિક વેપારીઓના પ્રશ્નો બાબતે ખૂબ લડત આપે.
– આદિવાસી સમાજના લીડર અને આદિવાસી સમાજના મુદ્દાઓની ની લડત ચલાવી રહેલા તથા ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ અર્જુનભાઈ રાઠવાને છોટા ઉદેપુર વિધાનસભાથી ઉમેદવાર બનાવવામાં આવે છે.
અર્જુનભાઈ સરકારી કોલેજમાં એક પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા. પરંતુ આદિવાસી સમાજના પ્રશ્નો અને લડત ચલાવવાના કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને આજે પણ તેઓ આદિવાસી સમાજ માટે લડત લડી રહ્યા છે.
– ખેડૂતોમાં લોકપ્રિય અને ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ સાગરભાઈ રબારીને બેચરાજી વિધાનસભાથી ઉમેદવાર બનાવવામાં આવે છે. સાગરભાઇ ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ સારું કામ કરી ચૂક્યા છે.
ખાસ કરીને બેચરાજી SIR પ્રોજેક્ટ માં ખેડૂતોનું નેતૃત્વ કરીને ખેડૂતોની જમીન બચાવી છે.
– પ્રદેશ સંગઠન મંત્રી વશરામભાઇ સાગઠીયાને રાજકોટ ગ્રામ્ય વિધાનસભાથી ઉમેદવાર જાહેર કરવામાં આવે છે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ના પૂર્વ પ્રમુખ અને આમ આદમી પાર્ટીના વેપારી વિંગના પ્રદેશ પ્રમુખ શિવલાલભાઈ બારસિયાને રાજકોટ દક્ષિણ વિધાનસભાના ઉમેદવાર બનાવવામાં આવે છે.
– સુધીરભાઈ વાઘાણીને ગારિયાધાર વિધાનસભાના ઉમેદવાર બનાવવામાં આવે છે. તેઓ ગારિયાધાર વિસ્તારમાં દાનવીર ભામાશા ના નામ થી ઓળખાય છે.તેઓ દરેક સમાજ ના ગરીબોને લગ્ન પ્રસંગે, શિક્ષા, આરોગ્ય જેવા તમામ મુદ્દે મદદ કરે છે.
– દક્ષિણ ગુજરાતમાં સહકારી ક્ષેત્રે ખુબ જ સારું કામ કરી ચૂકેલ આગેવાન અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે અવાજ ઉઠાવનાર રાજેન્દ્ર ભાઈ સોલંકી ને બારડોલી વિધાનસભા ના ઉમેદવાર બનાવવામાં આવે છે.
– સામાજીક આગેવાન અને સુરત અને રાજકોટમાં ઉત્તર ભારતીય લોકોનો નેતૃત્વ કરનાર નાના મોટા ગજાના આગેવાન એવા ઓમપ્રકાશ તિવારી ને અમદાવાદની નરોડા બેઠક ઉપરથી ઉમેદવાર બનાવવામાં આવે છે.
ગોપાલ ઈટાલિયાએ વધુમાં કહ્યું કે, તો આમ 10 વ્યક્તિઓને આમ આદમી પાર્ટી દ્વારા આવનારી ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરવામાં આવે છે.
જેમાં ગ્રામીણ વિસ્તારના લોકો પણ છે શહેરી વિસ્તારના લોકો પણ છે, જેમાં SC સમાજમાંથી પણ લોકો છે, ST સમાજમાંથી પણ લોકો છે, ઉત્તર ભારતીય સમાજમાંથી પણ લોકો છે.
આમ તમામ સમાજનો સમાવેશ થાય એવું પહેલું લિસ્ટ આજે જાહેર કરવામાં આવ્યું છે અને આ સહુ ઉમેદવારોને અભિનંદન આપું છું કે તેઓ આવનારી ચૂંટણીમાં પોતાની શક્તિ બતાવવા તત્પર છે અને આજે તેમના નામની ઘોષણા થવાથી તેઓના ઉત્સાહમાં ખુબ જ વધારો થશે.