Ahmedabad, EL News
અમદાવાદમાં ક્રિકેટ સટ્ટાબાજીનો મોટો પર્દાફાશ થયો છે. પૂર્વ વિસ્તારમાં પીસીબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં કરોડોના વ્યવહારનો પર્દાફાશ થયો હોવાની જાણકારી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદમાં દૂધેશ્વર વિસ્તારમાં બાતમીના આધારે પીસીબીએ રેડ કરતા 4ની ધરપકડ પણ આ મામલે કરી છે. તેમની પાસેથી 500 થી વધુ ખાતા મળી આવ્યા છે. 100 જેટલા સિમ કાર્ડ અને મોબાઈલ મળી આવ્યા છે. આ સાથે ટીમે લાખોની કિંમતના PCB જપ્ત કર્યા છે.
IPL શરૂ થતા પહેલા સટ્ટોડીયાઓ અત્યારથી જ હરકતમાં આવતા આ મામલે ગૃહ વિભાગ પણ સટ્ટાને ડામવા માટે સજ્જ થયું છે. ત્યારે PCBની ટીમે ઈન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટાબાજીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. ક્રિકેટમાં સટ્ટા મામલે અવાર નવાર કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે મોટી કાર્યવાહી આ વખતે કરવામાં આવી છે.
આ પણ વાંચો…આ 4 મહત્વપૂર્ણ ફેરફારોની મોટી અસર પડશે
જેમાં વધ વિગતો પણ પ્રકાશમાં આવી શકે છે. PCBની ટીમે દૂધેશ્વર ઓફિસમાં દરોડા પાડી ચાર આરોપીઓની ત્યાંથી ધરપકડ કરી છે જેમની વધુ તપાસ કરવામાં આવશે. જેમાં વધુ ખુલાસાઓ થઈ શકે છે. દરોડા દરમિયાન મોટી નાણાની લેવડ-દેવડ ઝડપાઈ છે. ઇન્ટરનેશનલ લેવલે આ સટ્ટામાં એકાઉન્ટ મેનેજ થતું હોવાનું પણ વધુ તપાસમાં બહાર આવી શકે છે. આગામી સમયમાં પણ આ પ્રકારે ઝૂંબેશ ચાલું રહેશે. જેમાં ક્રિકેટ સટ્ટોડીયાઓને પકડી પાડવામાં આવશે.