Business, EL News
માર્ચ મહિનો પૂરો થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. માર્ચના અંત સાથે, નાણાકીય વર્ષ 2022-23 પણ સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, 1 એપ્રિલથી જ કેટલાક એવા ફેરફારો થશે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. આવી સ્થિતિમાં, તમારા માટે આ ફેરફારો વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. તો ચાલો તે ફેરફારો પર એક નજર કરીએ જે 1 એપ્રિલ 2023 થી જ અમલમાં આવશે.
એપ્રિલમાં આટલા દિવસો સુધી બેંકો બંધ રહેશે
નાણાકીય વર્ષ 2022-23 31 માર્ચે સમાપ્ત થાય છે. આવી સ્થિતિમાં, કેટલાક ફેરફારો છે જે 1લી એપ્રિલથી શરૂ થતા નવા નાણાકીય વર્ષ 2023-24 સાથે લાગુ થશે. તમામ બેંક કસ્ટમર્સને ખબર હોવી જોઇએ કે એપ્રિલ 2023માં બેંકમાં કેટલી રજાઓ રહેશે, જેથી તેઓ બ્રાંચમાં જવાની ઝંઝટથી બચી શકે. એપ્રિલ 2023માં 15 દિવસ છે જ્યારે તમામ પ્રાઇવેટ અને સરકારી બેંકો સપ્તાહાંત સહિત બેંકની રજાઓને કારણે બંધ રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની માર્ગદર્શિકા અનુસાર, બેંકો એપ્રિલ 2023માં બીજા અને ચોથા શનિવાર અને રવિવાર સહિત 15 દિવસ માટે બંધ રહેશે.
આ પણ વાંચો…મ્યુનિસિપલ કોર્પોરેશન વિવિધ વિસ્તારોમાં દબાણો હટાવવા
પાન-આધાર લિંકની સમયસીમા સમાપ્ત થશે
માર્ચમાં સૌથી મહત્ત્વનું કામ પાન-આધાર લિંક કરવાનું છે. આપને જણાવીએ કે સરકારે આ બંને ડોક્યુમેન્ટ્સને લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. પાન-આધાર લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 ના રોજ સમાપ્ત થઈ રહી છે. આવી સ્થિતિમાં, તમારે આ તારીખ પહેલા બંને ડોક્યુમેન્ટ્સને લિંક કરવું ફરજિયાત છે. જો કે, આ માટે તમારે 1000 રૂપિયાનો દંડ પણ ભરવો પડશે. જો તમે 1 એપ્રિલથી તમારું PAN-Aadhaar લિંક કર્યું નથી, તો તમારું PAN કાર્ડ અમાન્ય થઈ જશે.
ગેસ સિલિન્ડરના ભાવ વધી શકે
સરકારી તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના નવા રેટ જાહેર કરે છે. એ જ રીતે ગયા મહિને માર્ચમાં એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. તે જ સમયે, કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 350 રૂપિયાનો વધારો થયો છે. હવે એપ્રિલની પહેલી તારીખે સરકાર ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરી શકે છે. જો સરકાર આ જરૂરી વસ્તુઓના ભાવમાં ફેરફાર કરશે તો તેની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે.
સોનું ખરીદવાની રીતમાં બદલાવ
સરકારે સોનું ખરીદવાની રીતમાં પણ ફેરફાર કરવાની જાહેરાત કરી છે. આ ફેરફારો 1 એપ્રિલથી લાગુ કરવામાં આવશે. ભારત સરકારે કહ્યું છે કે 1 એપ્રિલથી, સોનાના આભૂષણો અને સોનાની વસ્તુઓના વેચાણને છ-અંકના આલ્ફાન્યૂમેરિક HUID વિના પરમિશન આપવામાં આવશે નહીં. એક ઓફિશિયલ નિવેદન અનુસાર, 1 એપ્રિલ, 2023 થી, સોનાના આભૂષણોના વેચાણને ફક્ત HUID સાથે જ મંજૂરી આપવામાં આવશે.