22.9 C
Gujarat
December 21, 2024
EL News

5 લાખની લાંચ લેતા ઝડપાયેલા અધિકારીએ કરી આત્મહત્યા

Share
Rajkot, EL News

રાજકોટમાં લાંચ કેસમાં પકડાયેલા અધિકારીએ આત્મહત્યા કરી છે. બદનામીના ડરથી આ આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. લાંચના કેસનો મામલો આવ્યા બાદ આત્મહત્યા કરી લેતા રાજકોટમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

PANCHI Beauty Studio

ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસના અધિકારીએ આત્મહત્યા કરી છે. શુક્રવારે પાંચ લાખની લાંચ લેતા અધિકારીને સીબીઆઈએ ઝડપી પાડ્યા હતા. શુક્રવારના રોજ 5 લાખની લાંચ લેતા અધિકારીને ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારે પ્રાપ્ત વિગતો અનુસાર જાવરીમલ બિશ્નોઈ નામના અધિકારીએ આત્મહત્યા કરી છે. ઓફિસ બિલ્ડિંગના ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. જો કે, આ ઘટના બાદ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, સિનિયર અધિકારીઓ બદનામીના જરથી આત્મહત્યા કરી હોઈ શકે છે.

આ પણ વાંચો…રેસિપી / નવરાત્રિ પર બનાવો સ્વાદિષ્ટ નાળિયેર બરફી

ગઈકાલે જ બિશ્નોઈ પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા સીબીઆઈના હાથે ઝડપાઈ ગયા હતા. સીબીઆઈના સકંજામાં આવ્યા બાદ ઓફિસ અને ઘર પર રાતોરાત દરોડા પાડવામાં આવ્યા હતા પરંતુ આજે આ પગલું ભર્યું હતું.

ફરીયાદી તરફથી લાંચની ફરીયાદ મળતા સીબીઆઈએ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને બિશ્નોઈને 5 લાખ રૂપિયા લેતા પકડી પાડવામાં આવ્યા હતા.  9 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જે બાદ તેઓ રૂ. 5 લાખ પ્રથમ હપ્તા તરીકે આપવાના હતા તેમ વિગતો સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ હતી.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

રાજકોટમાં દિવાળી પહેલા જ આરોગ્ય વિભાગ દ્વારા કરાયું ચેકીંગ

elnews

નરેન્દ્રભાઈ મોદીને આવકારવા માટે રાજકોટવાસીઓ તૈયાર

elnews

ચોમાસામાં વધે છે ડાયરિયાની સમસ્યા, આનું સેવન કરો થશે રાહત.

elnews

Leave a Comment

error: Content is protected !!