ભારતીય જનતા યુવા મોરચા દ્વારા National Youth Parliament નું આયોજન ચેન્નઇ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રના દરેક રાજ્યોએ ભાગ લીધો હતો. તેમાં ગુજરાત ની ૨ ટીમે ભાગ લીધો હતો.
તેમાં ટીમ ૧ નું પ્રતિનિધિત્વ મૂકેશ રાઠવા, દીપ અગ્રવાલ અને રાહુલ અગ્રવાલ કરી રહ્યા હતા જ્યારે ટીમ ૨ નું પ્રતિનિધિત્વ આર્ષ પુરોહિત, જય શાહ તેમજ નિકુંજ ઠાકર એ કર્યું હતું. તેમાં આર્ષ પુરોહિતે Under rule of 194 discussion માં ઉત્કૃષ્ટ વક્તૃત્વ આપીને ગુજરાત ટીમ ૨ ને રાષ્ટ્રમાં પ્રથમ સ્થાન અપાવ્યું હતું.
આ પણ વાંચો…શું દેશમાં ફરી આવશે કોરોનાની લહેર?
ભારતીય જનતા યુવા મોરચા ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દક્ષિણ બેંગલુરુના MP તેજસ્વી સૂર્યા તેમજ ભારતીય જનતા પાર્ટી તામિલનાડું રાજ્યના અધ્યક્ષ અણ્ણા મલાઈ અને તામિલનાડું યુવા મોરચા ના અધ્યક્ષ રમેશ શિવાજી એ ગુજરાત ટીમનું સન્માન કર્યું હતું. આર્ષ પુરોહિતને પૂછતા તેઓ જણાવે છે કે, આ સફળતાનો શ્રેય ગુજરાતની બંન્ને ટીમ ને તેમજ ગુજરાત રાજ્ય યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંતભાઇ કોરાટને જાય છે. જેમને અમારી લાયકાત પર વિશ્વાસ મૂક્યો અને અમને આ તક આપી હતી. આર્ષ પુરોહિતે ફક્ત ગોધરા કે વડોદરાનું જ નહિ પરંતુ ગુજરાત ને ગૌરવ અપાવી સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે.