Business, EL News
Aadhaar Card Download: યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI), જે આધાર સંબંધિત બાબતો અને વિકાસની દેખરેખ રાખે છે, તે આધાર કાર્ડ ધારકોને આધાર કાર્ડનું ડિજિટલ સંસ્કરણ ઓનલાઇન ડાઉનલોડ કરવાની મંજૂરી આપે છે. આધારની ડિજિટલી હસ્તાક્ષરિત અને પાસવર્ડથી સુરક્ષિત ઈલેક્ટ્રોનિક નકલ આધારની ફિઝિકલ કોપી જેટલી જ માન્ય છે અને જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય છે.
ઈ – આધારના અનેક લાભો
ઈ-આધારના ઘણા ફાયદા છે, જેમાં સુવિધા, સમયની બચત અને ગમે ત્યાંથી સરળતાથી પહોંચનો સમાવેશ થાય છે. તે તમારો આધાર નોંધણી કેન્દ્રની મુલાકાત લેવાનો સમય અને મહેનત બચાવે છે અને તમે તેને સરળતાથી સાચવી અને ડિજિટલી શેર પણ કરી શકો છો. ડિજિટલ આધાર અનેક હેતુઓ માટે ઓળખ અને સરનામાના માન્ય પુરાવા તરીકે પણ કામ કરે છે. એક ફિઝિકલ આધાર કાર્ડની જેમ ઈ-આધાર પણ એક અનન્ય QR કોડ સાથે આવે છે.
આ પણ વાંચો…7 આયુર્વેદિક ઉપાયોથી ટેન્શન દૂર કરો
ડિજિટલ આધારને એક્સેસ કરવા માટે તમે UIDAIની સત્તાવાર વેબસાઇટ એટલે કે uidai.gov.in અથવા eaadhaar.uidai.gov.in પર જઈ શકો છો. અહીં સરળ સ્ટેપ્સમાં તમારું આધાર કાર્ડ ઓનલાઇન કેવી રીતે ડાઉનલોડ કરવું તે અહીં જણાવવામાં આવ્યું છે.
આવી રીતે ઓનલાઈન ડાઉનલોડ કરો આધાર કાર્ડ
- યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI ) ની સત્તાવાર વેબસાઇટ- uidai.gov.in પર જાવ
- હોમ પેજ પર ઉપલબ્ધ “My Aadhaar” ટેબ હેઠળના “Download Aadhaar” વિકલ્પ પર ક્લિક કરો.
- તેના પછી તમને એક નવા પેજ પર રીડાયરેક્ટ કરવામાં આવશે, જ્યાં તમારે તમારો આધાર નંબર અથવા એનરોલમેન્ટ આઈડી (EID) દાખલ કરવાની રહેશે
- તમારું પૂરું નામ, પિન કોડ અને પેજ પર પ્રદર્શિત ઇમેજ કેપ્ચા કોડ દાખલ કરો
- “Get One Time Password” (OTP) બટન પર ક્લિક કરો
- તમને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP પ્રાપ્ત થશે.
- આપેલ જગ્યામાં OTP દાખલ કરો અને “ડાઉનલોડ આધાર” બટન પર ક્લિક કરો
- તમારું આધાર કાર્ડ પીડીએફ ફાઇલ તરીકે ડાઉનલોડ થશે.
ડાઉનલોડ કરેલી પીડીએફ ફાઇલ ખોલવા માટે, તમારે પાસવર્ડ દાખલ કરવો પડશે, જે કેપિટલ અક્ષરોમાં તમારા નામના પ્રથમ ચાર અક્ષરો અને તમારા આધાર કાર્ડ પર બતાવ્યા પ્રમાણે તમારા જન્મ વર્ષ (YYYY)નું સંયોજન છે.