Gandhinagar, EL News
ગાંધીનગરથી એક મોટા સમાચાર આવ્યા છે. ગાંધીનગરમાં પંચાયત વિભાગના તાબા હેઠળ કેટલાક આરોગ્ય કર્મચારીઓએ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આથી ગાંધીનગર ઉપરાંત રાજ્યભરની પોલીસ દોડતી થઈ ગઈ છે.
માહિતી મુજબ, ગાંધીનગરમાં તાજેતરમાં જ મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર (MHW)ની નવી ભરતી પૂર્ણ થઈ છે અને નવા આરોગ્ય કર્મચારીઓને નિમણૂક માટેનો આદેશ આપતો એક પત્ર ટૂંક સમયમાં આપવામાં આવશે. પરંતુ, આ પહેલા જૂના આરોગ્ય કર્મચારીઓએ પોતાની સિનિયોરિટીને ધ્યાને રાખી પોતાના વતન નજીક બદલી આપવા માટે માગ કરી હતી. જો કે, પંચાયત વિભાગે તેમની આ માગ સામે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી.
આ પણ વાંચો…આ વસ્તુ ખાવાથી સ્ત્રી અને પુરૂષ બંનેની ફર્ટિલિટી વધશે
મુખ્યમંત્રીના ઘર સામે આત્મવિલોપનની ચીમકી
હવે એવી માહિતી મળી છે કે માગણી પૂરી ન થતા 77 જેટલા આરોગ્ય કર્મચારીઓએ અમદાવાદ અને ગાંધીનગરમાં આવેલા મુખ્યમંત્રીના ઘર સામે આત્મવિલોપનની કરવાની ચીમકી ઉચ્ચારી છે. આથી ગાંધીનગર અને અમદાવાદની પોલીસ એલર્ટ પર છે. હાલ ગાંધીનગરમાં વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે ત્યારે આવા કોઈ કર્મચારી ઘુસી ન આવે તે માટે પોલીસને કડક આદેશ કરાયા છે. બીજી તરફ આત્મવિલોપનની ચીમકી આપનારા આરોગ્ય કર્મચારીઓને શોધી તેમને સમજાવટની કાર્યવાહી કરવાનું પણ કહેવામાં આવ્યું છે.