Business, EL News
Income Tax Refund: ઈનકમ ટેક્સ ફાઈલ કરવાની પ્રક્રિયા એપ્રિલ મહિનાથી શરૂ થવા જઈ રહી છે. તેની સાથે જો ઈન્કમ ટેક્સ ફાઈલ કર્યા બાદ ઈન્કમ ટેક્સ રિફંડ કરવામાં આવશે તો તેના માટે પણ પ્રક્રિયા શરૂ થશે. જો કે, ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે કેટલાક લોકોને ઈનકમ ટેક્સ રિફંડ મેળવવામાં ખૂબ વિલંબનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, ઈનકમ ટેક્સ રિફંડ માટે અરજી કર્યા પછી, તેની સ્થિતિ સરળ સ્ટેપ્સ દ્વારા ચકાસી શકાય છે. આવો જાણીએ તેના વિશે…
ઈન્ટિમેશન નોટિસ પછી ટેક્સ રિફન્ડ મળે છે
જો તમે નાણાકીય વર્ષ માટે તમારી વાસ્તવિક કર જવાબદારી કરતાં વધુ ટેક્સ ચૂકવ્યો હોય, તો તમે તે વર્ષ માટે તમારું ઈનકમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કર્યા પછી ઈનકમ ટેક્સ રિફંડ મેળવવા માટે પાત્ર છો. જો કે, તમને આ ઈનકમ ટેક્સ રિફંડ ત્યારે જ મળશે જ્યારે ટેક્સ વિભાગ તમારા ITRને પ્રોસેસ કરશે અને ઈન્ટિમેશન નોટિસ દ્વારા તેની પુષ્ટિ કરશે.
રિફંડના સ્ટેટ્સ ચેક કરવાની બે રીત
ઈનકમ ટેક્સ રિફંડ માટે દાવો કર્યા પછી, તમે તેને ટ્રેક પણ કરી શકો છો અને તમારા ઈનકમ ટેક્સ રિફંડની સ્થિતિ શું છે તે પણ ચકાસી શકો છો. ઈનકમ ટેક્સ રિફંડની સ્થિતિ તપાસવાની બે રીત છે. પહેલું એ છે કે તમે ઈનકમ ટેક્સ પોર્ટલ પર તેનું સ્ટેટ્સ ચકાસી શકો છો. જ્યારે તમે એનએસડીએલની વેબસાઇટ પર ઈનકમ ટેક્સ રિફંડનું સ્ટેટ્સ ચકાસી શકો છો.
ઈનકમ ટેક્સ પોર્ટલ દ્વારા આવી રીતે કરો ચેક…
– www.incometax.gov.in પર જાવો
– યુઝર આઈડી અને તમારો પાસવર્ડ નાખો અને તમારા એકાઉન્ટમાં લોગિન કરો
આ પણ વાંચો…રેસિપી / ખાવામાં હેલ્ધી છે પીનટ બટર કૂકીઝ
લોગિન કર્યા પછી ‘ઈ-ફાઈલ’ વિકલ્પ પર ક્લિક કરો
‘ઈ-ફાઈલ’ વિકલ્પ હેઠળ ‘ઈનકમ ટેક્સ રિટર્ન’ની પસંદગી કરો અને પછી ‘ફાઇલ કરેલા રિટર્ન જુઓ’ પર ક્લિક કરો
– ફાઈલ કરેલા નવા ITRની તપાસ કરો
– ‘વ્યૂ ડિટેલ્સ’ પર ક્લિક કરો
– તેના પછી ત્યા ફાઈલ કરેલા આઈટીઆરની સ્થિતિ દેખાશે. તે તમને ટેક્સ રિફંડ જારી કરવાની તારીખ, રિફંડ કરેલી રકમ અને આ મૂલ્યાંકન વર્ષ માટે બાકી કોઈપણ રિફંડની તારીખો પણ બતાવશે.
NSDLની વેબસાઈટ દ્વારા આવી રીતે કરો ચેક…
– https://tin.tin.nsdl.com/oltas/refundstatuslogin.html પર વિઝિટ કરો
– તમારા પેનની ડિટેઇલ દાખલ કરો
– એસેસમેન્ટ યરની પસંદગી કરો
– કેપ્ચા કોડ દાખલ કરો અને સબ્મિટ પર ક્લિક કરો
– તેના પછી રિફંડની સ્થિતિના આધારે તમારી સ્ક્રિન પર એક મેસેજ આવશે
આપને જણાવી દઈએ કે, તમારા ઈનકમ ટેક્સ રિફંડ અથવા TDS રિફંડનો દાવો કરવા માટે તમારે ફક્ત તમારું ઈનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું પડશે અને ઈનકમ ટેક્સ વિભાગને તમારી આવક, કપાત અને કર ચૂકવણીની વિગતો જાહેર કરવી પડશે. તે યાદ રાખવું અગત્યનું છે કે, તમારા ઈનકમ ટેક્સ રિફંડનો દાવો કરવા માટે તમારી ITRની ઑનલાઇન ફાઇલિંગ જરૂરી છે.