Surat, EL News
સુરતમાં ડીજીવીસીએલની ટીમોએ વીજચોરી ઝડપી પાડવા મામલે કડક કાર્યવાહી આરંભી છે. આજે 60 જેટલી વિવિધ ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. વીજ ચોરી ઝડપી પાડવા માટે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ ટીમો દ્વારા રેસીડન્સ વિસ્તારોમાં તપાસ કરવામાં આવશે.
એક સાથે સુરતના વિવિધ વિસ્તારમાં ડીજીવીસીએલની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. 15 ટીમો એકસાથે મળીને 5 હજાર જેટલા ઘરોમાં તપાસ કરશે. જો કે, ટીમો દ્વારા વીજ ચોરી કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં વીજ ચોરી કરનારના મીટરો જપ્ત કરવામાં આવી રહ્યા છે. આ સઘન ઝૂંબેશ અમરોલીસ, કોસાડ સહીતના વિસ્તારોમાં હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો…ગાંધીનગર ખાતે 15 માર્ચના રોજ રોજગાર ભરતી મેળો
વીજ ચોરી કરનાર સામે પોલીસ અને વીજ કંપનીઓ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યભરમાં આ ડ્રાઇવમાં અગાઉ પણ મોટી સંખ્યામાં કેસો થયા છે. આ ડ્રાઈવ છેલ્લા ઘણા સમયથી ચલાવવામાં આવી રહી છે. અત્યાર સુરત જિલ્લાઓમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. તેમાં પણ અગાઉ પણ વિવિધ વિસ્તારોની વાત કરવામાં આવે તો દાહોદ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર અને પાલનપુરમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ વીજ ચોરી પકડી પાડવામાં આવી રહી છે.