Gandhinagar, EL News
રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા જે તે જિલ્લાના બેરોજગારોને ખાનગી કંપનીઓમાં પણ સીધી ભરતી થકી રોજગારી મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આવા જ એક પ્રયાસ અંતર્ગત ગાંધીનગરની સ્થાનિક શ્રમ અને રોજગાર કચેરીએ ડી માર્ટ નામની ખાનગી કંપની સાથે જોડાણ કર્યું છે. ડી માર્ટ-ગાંધીનગરમાં ગાંધીનગરના બેરોજગાર યુવાનોને યોગ્ય પ્લેસમેન્ટ અને પગાર મળી રહે તે માટે ભરતી મેળાનું આયોજન કરાયું છે, જેમાં ગાંધીનગરની યુવાનોને પ્રથમ પસંદગીનો લાભ મળશે.
ખાનગી કંપની સાથે ટાઇઅપ કરી સીધી ભરતીના પ્રસાયો
ગાંધીનગર જિલ્લા રોજગાર કચેરી અને ડી-માર્ટ-ગાંધીનગર દ્વારા 15 માર્ચના રોજ સવારે 10 કલાકે સરગાસણમાં આવેલા આસ્થા હોસ્પિટલ પાસેના ડી-માર્ટ ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવશે. માહિતી મુજબ, દેશની જાણીતી રિટેલ સર્વિસ કંપની ડી-માર્ટ આ ભરતી મેળામાં ભાગ લેશે, જેમાં હાઉસ કીપિંગ, પેકર, કેશિયર, સેલ્ફ એસોસિયેટ, ફેસિલિટી સ્ટાફ અને સિક્યુરિટી સ્ટાફ સહિત અન્ય જગ્યાઓ પર વ્યાપક ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો…MS યુનિવર્સિટીમાં ઠેર-ઠેર લાગ્યા ‘વીસી લાપતા’ના પોસ્ટર
આ ઉમેદવારો ભાગ લઈ શકશે
ગાંધીનગર જિલ્લાના ઉમેદવારો કે જેઓ ધો. 8 પાસ, 10 પાસ અથવા 12 પાસ હોય અને તેમની ઉંમર 18થી 25 વર્ષની હોય તેઓ ભાગ લઈ શકશે. જ્યારે હાઇસ કીપિંગ અને સિક્યોરિટી માટે 18થી 40 વર્ષની ઉંમરના ઉમેદવારો ભાગ લઈ શકશે. ઉમેદવારોએ તેમના શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો અને બાયોડેટા સાથે ભરતી મેળાના સ્થળે હાજર રહેવાનું રહેશે. આ જોબ ફેરમાં ગાંધીનગરમાં રહેતા ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે.