38.7 C
Gujarat
April 24, 2025
EL News

ગૌતમ અદાણીએ કર્યું જોરદાર કમબેક

Share
Business, EL News

હિંડનબર્ગના રિપોર્ટની અસર હવે ગૌતમ અદાણી પરથી ઓછી થઈ રહી હોય એવું લાગી રહ્યું છે, તેઓ જોરદાર કમબેક કરી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહથી શેરોમાં આવેલી તેજીને કારણે તેમની નેટવર્થમાં થયેલા વધારાથી અદાણીએ અબજોપતિઓની યાદીમાં જોરદાર છલાંગ લગાવી છે. શોર્ટ સેલર ફર્મનો રિપોર્ટ જાહેર થયા બાદ શેરમાં આવેલી સુનામીના કારણે તે લિસ્ટમાં 34માં સ્થાને પહોંચી ગયા હતા, જ્યાથી તેમણે થોડા જ દિવસોમાં 12 સ્થાનની જોરદાર છલાંગ લગાવી છે.

Measurline Architects

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, છેલ્લા 24 કલાકમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં $1.97 બિલિયનનો વધારો થયો છે અને તેમની કુલ સંપત્તિ વધીને $54 બિલિયન થઈ છે. આટલી સંપત્તિ સાથે તે અબજોપતિઓની યાદીમાં 22મા સ્થાને પહોંચી ગયા છે. જણાવી દઈએ કે ફેબ્રુઆરીના અંતમાં તેમની સંપત્તિ ઘટીને 37.7 બિલિયન ડોલર થઈ ગઈ હતી અને તેઓ 34મા નંબર પર આવી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, 24 જાન્યુઆરીએ અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગે અદાણી ગ્રૂપને લઈને પોતાનો રિપોર્ટ જાહેર કર્યો હતો. તેની રજૂઆતના બીજા જ દિવસે અદાણીના સામ્રાજ્યમાં ભૂકંપ આવ્યો અને રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પડેલી અસરને કારણે તેમને દરેક પસાર થતા દિવસે ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો. એક મહિનાની અંદર, અદાણીના શેર 25 થી 85 ટકા તૂટી ગયા હતા અને જૂથનું માર્કેટ કેપિટલાઇઝેશન 12 લાખ કરોડ રૂપિયા ઘટીને $100 બિલિયનની નીચે આવી ગયું હતું.

આ પણ વાંચો…Liver: આ 5 ખતરનાક વસ્તુઓ લીવરને બગાડે છે

અદાણીની નેટવર્થમાં આ વધારો છેલ્લા એક સપ્તાહથી તેમની કંપનીઓના શેરમાં આવેલી તેજીને કારણે જોવા મળી રહ્યો છે. જ્યાં બુધવારે અદાણીના પાંચ શેરોમાં અપર સર્કિટ લાગી હતી અને બાકીના તમામ શેરો લીલા નિશાન પર બંધ થયા હતા. બીજી તરફ ગુરુવારે શેરબજારમાં કારોબાર દરમિયાન ત્રણ શેરોમાં અપર સર્કિટ લાગી હતી. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ 5% વધીને 650.20 રૂપિયા પર, અદાણી ટોટલ ગેસ લિમિટેડ 5.00% વધીને 904.40 રૂપિયા પર, અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ 5.00 ટકા વધીને 861.40 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા હતા.

આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધીમાં અદાણી પાવર લિમિટેડ 4.74% વધીને 194.55 રૂપિયા અને અદાણી વિલ્મર લિમિટેડ 3.65% વધીને 478.35 રૂપિયા પર પહોંચી ગયો, જ્યારે NDTVનો શેર 2.19% વધીને 247.50 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. જોકે, અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ 3.61%, અદાણી પોર્ટ્સ 1.62%, ACC લિમિટેડ 1.36% અને અંબુજા સિમેન્ટ્સ લિમિટેડ શરૂઆતના વેપારમાં 1.57% ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

કરોડપતિ બનવું હોય તો અપનાવવી પડશે આ રીત

elnews

આ બિઝનેસથી થઈ શકે છે લાખોની કમાણી

elnews

બજાર ખુલતાની સાથે જ આવેલી સુનામીની લહેર થોડી નબળી દેખાઈ.

elnews

Leave a Comment

error: Content is protected !!