Business, EL News
Digital Payments Awareness Week: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ગવર્નર શક્તિકાંત દાસે યુપીઆઈ (UPI) દ્વારા પેમેન્ટના રોજિંદા ટ્રાન્જેક્શન પર અપડેટ આપ્યું છે. તેમણે જણાવ્યું કે, એક વર્ષ દરમિયાન યુપીઆઈ (UPI) દ્વારા ટ્રાન્ઝેક્શનમાં 50 ટકાનો ઉછાળો આવ્યો છે. આ આંકડો 36 કરોડને વટાવી ગયો છે. ફેબ્રુઆરી 2022માં આ આંકડો 24 કરોડ હતો. આરબીઆઈ (RBI) હેડ ઓફિસ ખાતે ડિજિટલ પેમેન્ટ અવેરનેસ વીકનું ઉદ્ઘાટન કરતાં શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, મૂલ્યની દૃષ્ટિએ આ ટ્રાન્ઝેક્શન 6.27 લાખ કરોડ રૂપિયા થાય છે.
1000 કરોડની પાર પહોંચ્યો આંકડો
આ આંકડો ફેબ્રુઆરી 2022માં નોંધાયેલા 5.36 લાખ કરોડ રૂપિયા કરતાં 17 ટકા વધુ છે. તેમણે જણાવ્યું કે, છેલ્લા ત્રણ મહિનાથી માસિક ડિજિટલ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન દર વખતે 1,000 કરોડ રૂપિયાને પાર કરી રહ્યાં છે. આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે, યુપીઆઈ (UPI) અને સિંગાપોરના પેનાઉ વચ્ચે કરાર થયા બાદ અન્ય ઘણા દેશોએ પણ પેમેન્ટ માટે આવો કરાર કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
આ પણ વાંચો…સુરત- મોટા વરાછામાં મોટું ઓનલાઈન જુગારધામ ઝડપાયું
યુપીઆઈ- પેનાઉના કરારને 10 દિવસ થયા
ગવર્નરે જણાવ્યું કે, ઓછામાં ઓછા અડધા ડઝન દેશો આ કરાર કરશે. દાસે જણાવ્યું કે, યુપીઆઈ-પેનાઉ કરાર પર હસ્તાક્ષર થયાને 10 દિવસ થઈ ગયા છે. આ સમયગાળા દરમિયાન, સિંગાપોરથી પૈસા મોકલવા માટે 120 અને સિંગાપોર પૈસા મોકલવા માટે 22 ટ્રાન્જેક્શન થયા હતા. દાસે જણાવ્યું કે, અમે અમારી પેમેન્ટ સિસ્ટમના આંતરરાષ્ટ્રીયકરણ અને ભારત-સિંગાપોરની પ્રોમ્પ્ટ પેમેન્ટ સિસ્ટમ (Prompt Payment System) ના ક્રોસ બોર્ડર લિન્કેજ માટે ઘણા પગલાં લીધા છે.’
ઉલ્લેખનીય છે કે, વર્તમાનમાં યુપીઆઈ પેમેન્ટ (UPI Payment) નું ચલણ ખૂબ જ વધી ગયું છે. મોટાભાગના લોકોના મોબાઈલમાં યુપીઆઈ એપ્લિકેશન જોવા મળતી હોય છે. સરકાર પણ કેશલેસ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન આપી રહી છે. લોકોને વધુમાં વધુ કેશલેસ ટ્રાન્જેક્શન માટે કહેવામાં આવી રહ્યું છે.