Rajkot , EL News
હોળી અને ધુળેટીના તહેવારો મનભરીને માણવા લોકો માં થનગની રહ્યા છે. ગુરૂવારે હોળી અને શુક્રવારે ધંળેટીના પર્વને ઉજવવા લોકો તૈયારી કરી છે.
c
આ પણ વાંચો…સુરતમાં તાંત્રિકે શ્રીફળમાંથી મંગળસૂત્ર કાઢી આશ્વાસન આપ્યું
બજારમાં રૂા.10થી 200 સુધીની પંપ પિચકારી રૂા.10થી 100માં ગનવાળી પિચકારી પણ વેચાતી જોવા મળી હતી. રૂા.100થી 500માં દફતરવાળી પિચકારી વેચાતી જોવા મળી હતી. રૂા.20થી 50માં વિવિધ પ્રકારના સ્પ્રે પણ બજારમાં જોવા મળ્યા હતા. લોકો હવે હર્બલ રંગોનો ઉપયોગ વધુ કરતા થયા હોવાથી હર્બલ ગુલાબનું પણ સારૂ વેચાણ થતુ જોવા મળ્યુ હતું.હોળી-ધુળેટીનાં પર્વ ઉપર ધાણી-ખજુર ખાવાનું પણ મહત્વ છે. ધાણી 70થી 80રૂા.ની કિલો, ખજુર 80થી 90 રૂા.ની કિલો, દાળીયા 80થી 85 રૂા.ના કિલો, હાયડો 100રૂા.ના ભાવે વેચાઈ રહ્યા છે. તમામ ચીજવસ્તુમાં મોંઘવારીની અસર જોવા મળી છે ત્યારે બજારમાં રોનક જોવા મળતા વેપારીઓના ચેહરા ઉપર પણ રાહત જોવા મળી છે.