28.8 C
Gujarat
November 25, 2024
EL News

અમદાવાદમાં 11 મહિનામાં રખડતા પશુ મામલે 782 FIR દાખલ

Share
Ahmedabad , EL News

રખડતા ઢોર મામલે પશુ માલિકો સામે સતત ફરીયાદો દાખલ થઈ રહી છે. અમદાવાદમાં 11 મહિનામાં રખડતા પશુઓ મામલે 782 FIR દાખલ થઈ હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. મોટી સંખ્યામાં પશુઓ મામલે ફરીયાદ પોલીસ સ્ટેશનની અંદર દાખલ કરવામાં આવી છે.

Measurline Architects

અમદાવાદમાં કોર્પોરેશનના સીએનસીડી વિભાગ દ્વારા રખડતા ઢોર મામલે કડકાઈ દાખવવામાં આવી રહી છે છતાં પણ રખડતા ઢોર સતત પકડાઈ રહ્યા છે. જેથી આ કાર્યવાહી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. તાજેતરમાં જ એક વૃદ્ધાનું મોત ઢોરના કારણે હાટકેશ્વર વિસ્તારમાં થયું હતું. અમરાઈવાડીની મહિલા ઢોરે અડફેટે લેતા મૃત્યુ પામતા ફરી સવાલો આ કામગિરી પર ઉભા થયા છે. પુરતા સાધનો, પુરતો સ્ટાફ હોવા છતાં પણ રખડા ઢોર રસ્તા પર જોવા મળી રહ્યા છે, પહેલાની સરખામણીમાં ઢોર પકડવાની કામગિરી પણ ઘટી છે.

રખડતા પશુઓ મામલે 3150 ફરિયાદો મળી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગને એપ્રિલ-2022થી ફેબ્રુઆરી-2023 સુધીમાં શહેરના 48 વોર્ડમાંથી રખડતા ઢોર અંગે 3150 ફરિયાદો મળી છે. આ ઉપરાંત સતત 24 કલાક સુધી ટીમ બનાવીને પણ કામગિરી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો…વડોદરા: VMCના 40 ડેપ્યૂટી એન્જિનિયરની એકસાથે બદલી

1 વર્ષમાં 16,940 રખડતા પશુઓને પકડી ડબ્બે પુરાયા 
એપ્રિલ-2022થી ફેબ્રુઆરી-2023 સુધીમાં શહેરમાં વિવિધ વિસ્તારોમાં આ સમયગાળા દરમિયાન કુલ 16,940 રખડતા પશુઓને પકડી ડબ્બે પુરાયા છે. આ ઉપરાંત 1736 પશુઓને પશુમાલિકો દ્વારા છોડવામાં આવ્યા હતા. 782 કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. બીજી તરફ પાલિકા પ્રશાસન દ્વારા 2690 કેસમાં પોલીસ સ્ટેશનમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

અમદાવાદ સિવાય અને મનપા વિસ્તારો તેમજ નગરપાલિકા વિસ્તાકની અંદર પણ રખડતા ઢોર પકડવાની કામગિરી થઈ રહી છે છતાં પણ લોકોના જીવે તેના કારણે જઈ રહ્યા છે. અકસ્માતોમાં લોકો ઘાયલ પણ થઈ રહ્યા છે. તે છતાં પણ સંપૂર્ણ રીતે આ નિવારણ ના આવતા અકસ્માતો નોંધાઈ રહ્યા છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

જીમ્મી તેમજ ધમા ની ચિંતા માં અનેક: સૂત્રો

elnews

વડોદરામાં એમ.એસ. કરોડોની છેતરપિંડી મામલે ફરિયાદ

elnews

ભારતના પ્રથમ ટ્રાન્સશિપમેન્ટ વિઝિંજમ પોર્ટે તેનું સૌ પ્રથમ કન્ટેનર શિપ હાંસલ કર્યું

elnews

Leave a Comment

error: Content is protected !!