30.1 C
Gujarat
November 22, 2024
EL News

ભારતીય મૂળના નીલ મોહન બન્યા YouTubeના નવા CEO, સુસાન વોજસિકીએ આપ્યું રાજીનામું

Share

દુનિયાની મોટી કંપનીઓમાં ભારતીયોનો ડંકો સતત વાગી રહ્યો છે. ટ્વિટર અને ફેસબુક બાદ હવે યુટ્યુબમાં પણ ભારતીય મૂળના વ્યક્તિને CEO જેવું મહત્ત્વનું પદ મળ્યું છે. ભારતીય મૂળના નીલ મોહન હવે YouTubeના નવા CEO બન્યા છે. યુટ્યુબના સીઈઓ સુસાન વોજસિકીના રાજીનામા બાદ કંપનીએ જાહેરાત કરી છે કે ભારતીય-અમેરિકન નીલ મોહન હવે જવાબદારી સંભાળશે.

છેલ્લા નવ વર્ષથી યુટ્યુબના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) સુસાન વોજસિકીએ તેમના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. વોજસિકીએ તેના બ્લોગ પોસ્ટમાં કહ્યું છે કે તે હવે તેના પરિવાર, સ્વાસ્થ્ય અને અંગત જીવન પર ધ્યાન કેન્દ્રિત કરશે. તમને જણાવી દઈએ કે વોજસિકી ગૂગલના શરૂઆતના કર્મચારીઓમાંથી એક હતા. વર્ષ 2014માં તે યુટ્યુબની સીઈઓ બની હતી. તેમણે કહ્યું કે યુટ્યુબના ‘ચીફ પ્રોડક્ટ ઓફિસર’ નીલ મોહન હવે યુટ્યુબના નવા સીઈઓ હશે.

સુસાને રાજીનામામાં જણાવી પોતાની સફર 

સુસાન વોજસિકીએ યુટ્યુબ કર્મચારીઓને એક ઈમેલમાં લખ્યું છે કે, ‘આજે મેં યુટ્યુબના સીઈઓ તરીકેની મારી ભૂમિકામાંથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. મારા માટે આ કરવાનો આ યોગ્ય સમય છે કારણ કે અમારી પાસે એક શાનદાર ટીમ છે. જ્યારે હું નવ વર્ષ પહેલાં YouTube સાથે જોડાઈ હતી, ત્યારે મારી પ્રથમ પ્રાથમિકતાઓમાંની એક હતી એક સારી નેતૃત્વ ટીમને એકસાથે મૂકવી. નીલ મોહન તે લોકોમાંથી એક છે, અને તે SVP અને YouTube ના નવા વડા હશે.

કોણ છે નીલ મોહન?

નીલ મોહન 2007માં ‘ડબલક્લિક’ના સંપાદન સાથે ગૂગલમાં જોડાયા હતા. 8 વર્ષ પછી, વર્ષ 2015 માં, તે YouTube ના ‘ચીફ પ્રોડક્ટ ઓફિસર’ બન્યા. નીલ મોહને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગમાં સ્નાતક થયા છે. તેઓ માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા, એડોબના સીઈઓ શાંતનુ નારાયણ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈ જેવા ટોચના ભારતીય મૂળના CEOની યાદીમાં સામેલ થયા છે.

નીલ મોહન 2007માં ‘ડબલક્લિક’ના સંપાદન સાથે ગૂગલમાં જોડાયા હતા. 8 વર્ષ પછી, વર્ષ 2015 માં, તે YouTube ના ‘ચીફ પ્રોડક્ટ ઓફિસર’ બન્યા. નીલ મોહને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગમાં સ્નાતક થયા છે. તેઓ માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા, એડોબના સીઈઓ શાંતનુ નારાયણ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈ જેવા ટોચના ભારતીય મૂળના CEOની યાદીમાં સામેલ થયા છે.

Related posts

IMFના MDએ ભારતીય અર્થવ્યવસ્થા પર કરી મોટી વાત.. કહ્યું- વૈશ્વિક વૃદ્ધિમાં દેશ 15% આપશે યોગદાન

cradmin

સુપોષણને પ્રોત્સાહન આપતા ડૉ. પ્રીતિ અદાણી નર્મદાના ગ્રામીણ સ્વયંસેવકોને મળ્યા

elnews

૨૦૦ મેગાવોટથી વધુની કાર્યરત ક્ષમતા સાથેના વીજ પ્લાન્ટ સાથે અદાણી ગ્રીન વોટર પોઝીટીવ બની

elnews
error: Content is protected !!