25.4 C
Gujarat
November 20, 2024
EL News

ગાંધીનગર- આવતા સપ્તાહથી વિધાનસભાનું બજેટ સત્ર

Share
Gandhinagar, EL News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત બાદ ભાજપા 27 વર્ષથી સતત સત્તા પર આરુઢ રહેવામાં સફળ રહી છે ત્યારે પ્રથમ વખત મોટી જીત બાદ બજેટ સત્ર ભૂપેન્દ્ર પટેલ સરકારનું મળવા જઈ રહ્યું છે. જેમાં આ વખતે 182 ધારાસભ્યોમાંથી લગભગ 82 જેટલા ધારાસભ્યો એવા છે કે, જેઓ પ્રથમ વખત ચૂંટાઈને આવ્યા છે જેમના માટે આ પ્રથમ અનુભવ છે. આ ઉપરાંત આપ પાર્ટીના ધારાસભ્યો માટે પણ આ પ્રથમ અનુભવ છે ત્યારે આ વખતનું બજેટ સત્ર મહત્વનું રહેશે.

PANCHI Beauty Studio

નિતીન પટેલ, પ્રદીપસિંહ સહીતના દિગ્ગજ પૂર્વ ધારાસભ્યો નહીં હોય
આ ઉપરાંત નિતીન પટેલ, રુપાણી ભૂપેન્દ્રસિં ચુડાસમા, પ્રદીપસિંહ ચૌહાણ જેઓ વર્ષોથી ધારાસભ્ય અને મંત્રીટ તરીકે ફરજ બજાવતા હતા તેઓ આ ચૂંટણીનો ભાગ ના બન્યા હોવાથી વર્ષો બાદ પ્રથમ વખત તેઓ વિધાનસભામાં પણ નહીં જોવા મળે. આ ઉપરાંત પ્રથમ વખત કોંગ્રેસને સૌથી ઓછી બેઠકો અત્યાર સુધીના ઈતિહાસ મળી છે. જેથી 17 ધારાસભ્યો 156 ધારાસભ્યોનો કઈ રીતે મુકાબલો કરશે જેમાં આપની શું ભૂમિકા રહેશે એ પણ મહત્વનું છે.

આ પણ વાંચો…એર ઈન્ડિયાએ 6,500 થી વધુ કરવા પડશે હાયર

182 ધારાસભ્યોમાંથી 15 મહિલાઓ, 8 મહિલા પ્રથમ વખત ચૂંટાઈ 
ગુજરાત વિધાનસભામાં કુલ સભ્યોની સંખ્યા 182 છે. તેમાંથી 82 ધારાસભ્યો એવા છે જેઓ પહેલીવાર ચૂંટાઈને ગૃહમાં પહોંચ્યા છે. કુલ ધારાસભ્યોમાં 15 મહિલા છે. આમાંથી આઠ મહિલાઓ પ્રથમ વખત ચૂંટાઈ આવી છે. પાર્ટીની સ્થિતિની વાત કરીએ તો ભાજપના કુલ ધારાસભ્યોની સંખ્યા 156 છે. કોંગ્રેસ પાસે 17 અને આમ આદમી પાર્ટી પાસે 5 ધારાસભ્યો છે. આ સિવાય સમાજવાદી પાર્ટીના એક ધારાસભ્ય છે અને ત્રણ અપક્ષ ધારાસભ્યો ચૂંટણી જીતીને વિધાનસભા પહોંચ્યા છે. આમ આદમી પાર્ટીના તમામ પાંચ ધારાસભ્યો પ્રથમ વખત જીત્યા છે. જોકે કોંગ્રેસ અને ભાજપ પાસે નવા અને જૂના બંને ધારાસભ્યો છે.

અગાઉ મળી હતી કાર્યશાળા
અગાઉ કાર્યશાળા પણ ધારાસભ્યોની યોજાઈ હતી જેમાં ઓમ બિરલાએ હાજરી આપતા કહ્યું કે સર્વશ્રેષ્ઠ ધારાસભ્ય તે છે જે વધુમાં વધુ ચર્ચામાં ભાગ લે. સરકારને રચનાત્મક સૂચનો કરે છે. આ વખતે બિલ પેપર લીક સહીતના પસાર થવા જઈ રહ્યા છે ત્યારે તેના પર પણ સૌની નજર રહેશે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો ભાજપ પાસે શું આ વખતે પણ રહેશે બરકરાર

elnews

વ્યાજના દૂષણને દુર કરવા રાજકોટ પોલીસનો નવતર પ્રયોગ

elnews

અમદાવાદ: એક માથાભારે યુવકે ઈસનપુર પોલીસને ધમકી આપી

elnews

Leave a Comment

error: Content is protected !!