Gandhinagar , EL News
ગાંધીનગર પોલીસે ચરેડી છાપરામાં ચાલતા જુગાર ધામ પર દરોડો પાડી જુગાર રમી રહેલા 5 જુગારીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 18 હજારની રોકડ તેમ જ જુગારનું સાહિત્ય જપ્ત કર્યું છે અને ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માહિતી મુજબ, ગાંધીનગર સેક્ટર-21 પોલીસને બાતમી મળી હતી કે, ચરેડી છાપરામાં જાહેરમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. આથી પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો અને જુગાર રમી રહેલા 5 લોકોની ધરપકડ કરી હતી. પૂછપરછમાં આ પાંચ આરોપીઓના નામ સલીમ પઠાણ, નદીમ પઠાણ, અજય પટણી, પુનમ વણઝારા અને વિજય દંતાણી હોવાનું ખુલ્યું હતું. માહિતી મુજબ, પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 18 હજાર અને અન્ય જુગાર રમવાનું સાહિત્ય જપ્ત કર્યું હતું.
આ પણ વાંચો…શક્કરિયામાંથી બનાવો આ ચટપટી સ્વાદિષ્ટ ચાટ
વિસ્તારમાં તાડીનું બેફામ વેચાણ
પોલીસે ઝડપાયેલા આ પાંચ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મીડિયા રિપોર્ટ મુજબ, ચરેડી છાપરામાં કેટલાક ઇસમો દ્વારા તાડીનું વેચાણ કોઈ પણ ડર વિના કરવામાં આવે છે. આથી યુવાધન તાડીના રવાડે ચડી નશાનાં બંધાણી થઈ રહ્યા છે. જો કે, છાશવારે પોલીસ દ્વારા તાડીનું વેચાણ કરતા અને ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં નશા યુક્ત તાડીના વેચાણની ફરિયાદો પોલીસ ચોપડે નોંધાતી હોય છે.