Food Recipe , EL News
તિલ કે લાડુ બનાવવા માટેની સામગ્રી
અડધો કપ તલ, અડધો કપ ગોળ, એક ચમચી ઘી, અડધો કપ શેકેલી અને વાટેલી મગફળી, એક ચપટી એલચી પાવડર.
તિલ કે લાડુ બનાવવાની રીત
સ્ટેપ 1- એક પેનમાં તલ નાંખો અને મધ્યમ તાપ પર પાંચ મિનિટ સુધી શેકી લો. આ દરમિયાન તલને ચમચી વડે હલાવતા રહો.
સ્ટેપ 2- હવે શેકેલા તલને અલગથી કાઢી લો.
સ્ટેપ 3- પેનમાં એક ચમચી ઘી નાખીને ગરમ કરો.
આ પણ વાંચો…છૂટક મોંઘવારી દર ત્રણ મહિનામાં આટલો ઊંચો
સ્ટેપ 4- પછી તેમાં ગોળના ટુકડા નાખો અને સારી રીતે હલાવતા જ પાંચ મિનિટ સુધી પકાવો.
સ્ટેપ 5- હવે ઓગળેલા ગોળમાં તલ, વાટેલી મગફળી અને એલચી પાવડર ઉમેરીને ધીમી આંચ પર એક મિનિટ સુધી પકાવો.
સ્ટેપ 6- થાળીમાં ઘી લગાવો અને ગોળના મિશ્રણને બે મિનિટ ઠંડુ થવા માટે બહાર કાઢો.
સ્ટેપ 7- પછી હથેળીને પાણીથી ભીની કરો અને થોડું ગોળનું મિશ્રણ લો.
સ્ટેપ 8- હવે આ મિશ્રણમાંથી નાના ગોળાકાર બોલ્સ બનાવો.
સ્ટેપ 9- આ લાડુઓને થોડી વાર ઠંડુ થવા માટે રાખો. બાદમાં એર ટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરો.