30.3 C
Gujarat
November 20, 2024
EL News

પ્રસંગો માં કે પ્રસાદી માં બનતા મીઠા ભાત બનાવવાની રેસીપી

Share
Food Recipe, EL News

મીઠા ભાત એક પારંપરિક વાનગી છે ગુજરાત માં અમુક પ્રસંગો માં કે પ્રસાદી માં બનાવતા હોય છે અને વૈશાખ મહિના માં પંજાબ બાજુ વધારે બનાવવામાં આવતા હોય છે

PANCHI Beauty Studio
મીઠા ભાત બનાવવા જરૂરી સામગ્રી
બાસમતી ચોખા 1 કપ
કેસરના તાંતણા 15-20
લવિંગ 4-5
 એલચી 1-2
 ખાંડ1 કપ
નારિયળ ની સ્લાઈસ 2-3 ચમચી
બદામ ની કતરણ 2-3 ચમચી
કાજુ ના કટકા 3 ચમચી
ખજૂર ના કટકા 2 ચમચી
ઘી 3-4 ચમચી
પાણી 2 કપ
મીઠા ભાત બનાવવાની રીત
મીઠા ભાત બનાવવા સૌપ્રથમ બાસમતી ચોખા ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ બે ત્રણ પાણી નાખી એક થી બે કલાક પલળવા મૂકો એકાદ બે કલાક પછી પાણી નિતારી લ્યો
ગેસ પર એક કડાઈમાં બે કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં લવિંગ અને એલચી નાખી દયો ત્યાર બાદ એમાં નીતરેલ ચોખા અને કેસરના તાંતણા નાખી મિક્સ કરી લ્યો ને પાણી ઉકળવા લાગે ત્યાં સુંધી ગેસ ફૂલ તાપે રાખો પાણી ઉકળવા લાગે એટલે મિક્સ કરી ગેસ ધીમો કરી ઢાંકી ને દસ મિનિટ ચડાવી લ્યો
પાંચ સાત મિનિટ પછી એક વખત ચેક કરી લ્યો અને ફરીથી ઢાંકી ને ચડાવી લ્યો ને ત્યાર બાદ ગેસ બંધ કરી ભાત ને એક બાજુ મૂકો હવે એક બીજી કડાઈ માં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં એલચી અને લવિંગ નાખો ને શેકો ત્યાર બાદ એમાં બાફી રાખેલ ભાત અને ખાંડ નાખો ને હલકા હાથે મિક્સ કરી લ્યો ઢાંકી ને બે ચાર મિનિટ ઢાંકી ને ધીમા તાપે ચડાવો
ખાંડ નું પાણી બિલકુલ સુકાઈ જાય એટલે એમાં નારિયળ ની કતરણ, બદામ ની કતરણ, ખજૂર ના કટકા, કાજુ ના કટકા નાખી ઢાંકી ને બે મિનિટ ચડાવી લ્યો બે મિનિટ બાદ મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો મીઠા ભાત

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

રાજમા પનીર સબઝી બનાવવા માટેની રેસીપી

elnews

રેસિપી : સવારના નાસ્તામાં ટ્રાય કરો બાફેલા ચણાના ટોસ્ટ

elnews

બનાવો સ્પેશિયલ સાબુદાણા ખીચડી, જાણો શું છે રેસીપી

elnews

Leave a Comment

error: Content is protected !!