Food Recipe, EL News
જે લોકો મસાલેદાર ખાવાનું પસંદ કરે છે તેમના માટે પહેલી પસંદ લાલ મરચાનું અથાણું હોય છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં ભરેલા લાલ મરચાના અથાણાં બનાવવા માટે સારા લાલ મરચાં બજારમાં મળી જાય છે.
ભરેલા લાલ મરચાનું અથાણું શિયાળાની ઋતુમાં બનાવીને આખું વર્ષ ખાઈ શકાય છે. તેને બનારસી લાલ મરચાંનું અથાણું કહો કે પંજાબી લાલ મરચાંનું ભરેલું અથાણું, આ અથાણું જોઈને જ મોંમાં ચટપટો તીખો સ્વાદ આવવા લાગે છે.
લાલ મરચા નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી
• રાઈ 2 ચમચી
• લાલ મરચા 250 ગ્રામ
• કાચી વરિયાળી 2 ચમચી
• મેથી દાણા 1 ચમચી
• હળદર 1/2 ચમચી
• હિંગ 2-3 ચપટી
• આમચૂર પાઉડર 3-4 ચમચી
•મીઠું 2 ચમચી / સ્વાદ મુજબ
•સરસિયું તેલ / તેલ 1 કપ
લાલ મરચા નુ અથાણુ બનાવવાની રીત
લાલ મરચા નુ અથાણુ – લાલ મરચાનું ભરેલું અથાણું બનાવવા સૌપ્રથમ મોટા અને થોડી જાડી છાલ વાળા લાલ મરચા લ્યો એને બે ચાર મિનિટ પાણી માં નાખી દયો ત્યાર બાદ ધસી ને ધોઇ ને સાફ કરી લ્યો પાણી માં બરોબર સાફ કરી લીધા બાદ કાપડ માં નાખી લ્યો અને મરચા ને એક એક ને કપડા થી કોરા કરી લ્યો
અથવા થોડી વાર તડકા કે હવા માં મૂકી ને પણ કોરા કરી શકો છો મરચા સાવ કોરા થઈ જાય એટલે એની દાડી કાઢી નાખો અને ચાકુથી વચ્ચે એક કાપો કરી લ્યો આમ બધા મરચા માં કાપા પાડી એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં વરિયાળી, રાઈ, મેથી દાણા નાખી ધીમા તાપે શેકો મસાલા નો રંગ થોડો બદલવા લાગે એટલે ગેસ બંધ કરી શેકેલ મસાલા ને બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં નાખી દરદરા પીસી લ્યો અને પીસેલા મસાલા ને એક વાસણમાં કાઢી લ્યો
ત્યારબાદ હવે એ મસાલા માં મીઠું, હળદર, હિંગ, આમચૂર પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક બાજુ મૂકો હવે એક કડાઈમાં કે વઘારીયા માં તેલ ગરમ કરી લ્યો તેલ બરોબર ગરમ થઇ જાય એટલે ગેસ બંધ કરી એમાંથી બે ચાર ચમચી તેલ તૈયાર કરેલ મસાલા માં નાખી ચમચીથી બરોબર મિક્સ કરી લ્યો
હવે એક એક મરચા માં કરેલ કાપા માં તૈયાર કરેલ મસાલો ભરી લ્યો આમ બધા મરચા માં મસાલો ભરી લ્યો અને ભરેલા લાલ મરચા સાફ ને કોરી કાંચ ને બરણી માં નાખો ને ઉપર થી જે તેલ ગરમ કરેલ હતું એ નાખો ને બરણી ને બંધ કરી ત્રણ ચાર દિવસ તડકામાં મૂકો ત્યાર બાદ ઘરમાં એક બાજુ મૂકો અને દિવસ માં એક બે વખત હલાવી લેવા
આમ અઠવાડિયા માં આ અથાણું ખાવા જેવું તૈયાર થઈ જાય છે પણ ધ્યાન રાખું કે મરચા તેલ માં બરોબર ડુબેલા રહે ને તમે ચાર દિવસ પછી પણ મરચા ની મજા લઇ શકો છો પણ અઠવાડિયા પછી મરચા માં સારો સ્વાદ આવશે તો મજા લ્યો લાલ મરચાનું ભરેલું અથાણું