Business, EL News
આજે ભારતીય શેરબજાર લાલ નિશાન સાથે બંધ રહ્યું હતું. બેન્કિંગ આઈટી શેરોમાં પ્રોફિટ બુકિંગના કારણે ભારતીય શેરબજાર પ્રથમ ટ્રેડિંગ દિવસે બંધ થયું હતું. બેન્કિંગ, આઈટી સિવાય મેટલ્સ શેરોમાં પ્રોફિટ બુકિંગને કારણે માર્કેટમાં આ ઘટાડો જોવા મળ્યો છે.
સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે, ભારતીય શેરબજારમાં વેપારમાં ઘટાડો જોવા મળ્યો છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 335 પોઈન્ટ ઘટીને 60,506 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 90 પોઈન્ટના ઘટાડા સાથે 17,764 પોઈન્ટ પર બંધ થયો હતો.
આજના ટ્રેડિંગ સેશનમાં એફએમસીજી, ફાર્મા, મીડિયા, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકેર સેક્ટરના શેરમાં ખરીદી હતી જ્યારે બેન્કિંગ, આઈટી, ઓટો, મેટલ્સ, એનર્જી સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. જો કે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં જોરદાર ખરીદારી જોવા મળી રહી છે.
આજે નિફ્ટીના 50માંથી 18 શેર ઉછાળા સાથે જ્યારે 32 નુકસાન સાથે બંધ થયા હતા. બીજી તરફ સેન્સેક્સના 30 શેરોમાંથી 9 શેરો ઉછાળા સાથે અને 21 ઘટીને બંધ રહ્યા હતા. અદાણી ગ્રુપના 10 શેરોમાંથી 4 શેર ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 6 ઘટ્યા હતા. ઝડપી શેરોમાં અદાણી પોર્ટ્સ, અંબુજા સિમેન્ટ, એસીસી અને એનડીટીવીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો…પીપલોદ વિસ્તારમાં રીલાયન્સ સ્માર્ટ બજારમાં લાગી આગ
આજના ટ્રેડિંગ સેશનમાં વધારા સાથે બંધ રહેનાર શેરો
– IndusInd Bank 2.58%,
– Bajaj Finance 1.56%, Power Grid 1.05%,
– ITC 0.74%,
-Bajaj Finserv 0.41%,
– Nestle 0.21%,
– NTPC 0.21%,
– SBI 0.17% અને HCL 0.17%
ટ્રેડિંગ સેશનમાં ઘટાડા સાથે બંધ રહેનાર શેરો
– ટાટા સ્ટીલ 2.08 ટકા,
– કોટક મહિન્દ્રા 1.87 ટકા,
– ઇમ્પોસિસ 1.79 ટકા,
-ICICI બેન્ક 1.18 ટકા,
– મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.15 ટકા,
– અલ્ટ્રાટેક સિમેન્ટ 0.90 ટકા,
– ટાટા મોટર્સ 0.80 ટકા,
– Wiproance ટકા, 70 ટકા,
– ટેક મહિન્દ્રા 0.66 ટકા